Gandhidham: ગાંધીધામમાં હવે આખલારાજ અસ્તિત્વમાં આવી ગયુ છે. અહીં ઠેર ઠેર આખલાનો આતંક હોવાથી રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પાલિકાની બેદરકારી અને બેજવાબદારીના કારણે રાહદારીમાં અખલાઓથી ડર ફેલાયો છે. ફરી એકવાર શહેરમાં આખલાએ એ વૃદ્ધને અડફેટે લેતા તેને હેમરેજ થઇ ગયાની ઘટના ઘટી છે. ગાંધીધામમાં છેલ્લાય સમયથી આંખલારાજના કારણે ઠેર ઠેર આખલાથી અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે, કેટલાકને ઇજા થાય છે, તો કેટલાકનો મોત પણ થયા છે.  


હમણાં જ બે દિવસ પહેલા સુંદરપુરીમાં આંખલાએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા, જેનું બાદમાં મોત થઇ ગયુ હતુ. હવે ફરી એકવાર તે જ વિસ્તારમાં આજે અન્ય એક વૃદ્ધને પણ આંખલાએ અડફેટે લીધા છે, આ વૃદ્ધનું જડબુ ગયુ અને હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચી છે. રખઢતા ઢોરના કારણે રાહદારીઓના મોત થઈ રહ્યા છે પંરતુ ગાંધીધામ પાલિકાની ઢોર પકડવાની કોઈ કામગીરી નથી કરી રહી. રખડતા ઢોર અંગે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે.


 


Surendranagar: રખડતાં ઢોરે વધુ એકનો લીધો જીવ, આખલે બાળકને હવામાં ફંગોળીને પટકતાં થયું માસૂમનું મૃત્યુ


Surendranagar:રખડતા ઢોરના કારણે રાજ્યમાં વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને  સાંઢે અડફેટે લઇને ફંગોળતા મોત થયું છે.


રખડતા ઢોરના કારણે રાજ્યમાં વધુ એક માસૂમે જીવ ગુમાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટિંબલા ગામમાં રમતા બાળકને  સાંઢે અડફેટે લઇને ફંગોળતા મોત થયું છે.


રાજ્યમાં રખડતાં ઢોર અને શ્વાનનો  આતંક વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે લોકોનો ગંભીર અકસ્માત થયો હોય અને ઇજા થઇ હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. સુરેન્દ્રનગરના  નાના ટિંબલા ગામમાં પણ વધુ એકનો ભોગ રખડતાં ઢોરે લીધો છે. અહીં  બે સાંઢ અચાનક સામે સામા આવી ગયા અને બાખડી પડ્યાં. આ સમયે દરમિયાન નજીકમાં એક બાળક રમતું હતું. બાળક આ બંને સાંઢની અડફેટે આવી ગયું અને સાંઢે બાળકને હવામાં ફંગોળ્યો. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો  જો કે કમનસીબે  બાળકનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.