સુરત: શહેરમાં મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં ચોકાવનારા ખુલાસા થયા છે. સુરત પોલીસે બિહારથી પકડેલ ગેંગમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે અને જુદા જુદા 72 યુપીઆઈ આઇડીના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. સુરતમાં રાંદેરની મહિલા પ્રોફેસરના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવી લીધા બાદ આપઘાત પ્રકરણમાં સુરત પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. 


આ કેસમાં રાંદેર પોલીસે બિહારના નકલી વિસ્તારમાંથી જીવના જોખમે ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે આરોપીના રિમાન્ડ દરમિયાન આ કેસમાં પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું છે. અને આરોપી પાસેથી 72 થી વધુ અલગ અલગ યુપીઆઈ આઈડિયા મળી આવી છે. આરોપીઓ દ્વારા બાયનાન્સ એપ્લિકેશન મારફતે USDT ક્રિપ્ટો કરન્સી મારફતે પાકિસ્તાન ટ્રાન્જેક્શન કરવામાં આવતું હતું. ત્યારે પોલીસે આ કેસમાં વધુ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


સુરતના રાંદેર વિસ્તારની પ્રોફેસર દોઢ મહિના પહેલા આપઘાત કરી લીધાની ચોક આવનારી ઘટના બની હતી. જેમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મહિલા પ્રોફેસરને લોનના હપ્તા ભરવાના નામે ફોન કરી તેમના સોશિયલ મીડિયા પરથી ફોટો મેળવી ફોટાને મોર્ફ કરી ન્યૂડ ફોટા બનાવ્યા હતા. અને તે વાયરલ કરવાની ધમકી આપીને બળજબરીપૂર્વક રૂપિયા પડાવ્યા હતા. જો કે તેમ છતાં મહિલા પ્રોફેસરને વારંવાર બદનામ કરવાની ધમકી આપવામાં આવતા મહિલા પ્રોફેસરે આપઘાત કરી લીધો હતો. ત્યારે આ કેસમાં આપઘાત બાદ રાંદેર પોલીસે 20 મેના રોજ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા પ્રોફેસરને બિહાર રાજ્યના જમુઈના નકલી વિસ્તારમાંથી મહિલાને હેરાન કરવામાં આવતી હતી. 


પોલીસે ત્યાં જઈ જીવના જોખમે મહિલાને આપઘાત કરવા મજબૂર કરનાર ત્રણ જેટલા સાગરીતોની ધરપકડ કરી હતી. રાંદેર પોલીસે આ કેસમાં બિહારથી અભિષેક કુમાર સિંગ, રોશન કુમાર સિંગ અને સૌરભ ગજેન્દ્રકુમાર ને ઝડપી પાડી સુરત લઈ આવી હતી. ત્યારે આરોપીના દસ દિવસના રિમાન્ડમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. અને વધુ ચાર અંકિત રેશમકુમાર, લકબીર ટ્રેડર્સ, જુહી અને સાંતાનું જોનઘલે નામના ચાર આરોપી ના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


રાંદેર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ 5 મે ના રોજ કોર્ટમાં રજૂ કરી દસ દિવસના 16 મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછમાં ખૂબ જ મોટા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મોબાઇલ ફોન સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના ફોનમાંથી અંદાજિત 72 થી વધુ અલગ અલગ યુપીઆઈ આઈડીઓ મળી આવ્યા હતા.જે આઈ ડી ઓ પરથી એક્સ્ત્રોશનના રૂપિયા પાડવામાં આવતા હતા.