ગાંધીનગર: ગુજરાત ACBના ઇતિહાસમાં સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયો છે. કલોલ ખાતે ફરજ બજાવતા નીવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે.


ACBની તપાસમાં 30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ 30 બેંક એકાઉંટ, 4 કરોડ રૂપિયાના ટ્રાંજેક્શન, 3 ફ્લેટ , 2 બંગલા , 11 દુકાનો , એક ઓફિસ, 2 પ્લોટ , 11 લક્ઝુરિયસ ગાડીઓ સહિતની રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યાનું સામે આવ્યું છે.. અંદાજીત ૩ કરોડ રૂપિયાની તો માત્ર 11 લક્ઝુરિસ કાર મળી આવી છે.