જુનાગઢઃ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જૂનાગઢ ખાતેના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી ઉપસ્થિત રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યની હાજરીમાં જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
ભીખાભઆઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે. જોકે, કાર્યક્રમમાં તેમની હાજરીથી અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે.
તસવીરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં હાજર કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી.
આજે મુખ્યમંત્રીના હસ્તે 319 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે સાસણમાં પણ ૩૦ કરોડના ખર્ચે બનનાર વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે આજે 319 કરોડના ખર્ચે બનનાર ભૂગર્ભ ગટર યોજના નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તમામ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના છે ત્યારે જુનાગઢ મા પણ હવે ભૂગર્ભ ગટર યોજના બનશે જેથી લોકોની વર્ષો જૂની સમસ્યાઓનો ટૂંક સમયમાં ઉકેલ આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ખાતમુહૂર્ત કરાવ્યું હતું. સાથે સાથે સાસણમાં થનાર વિકાસ કામો જેવા કે સનસેટ પોઇન્ટ તેમજ મગર ઉછેર કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કામો થશે તે અંગે પણ એ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વર્ષોથી એટલે ચડાવેલા ગિરનાર સિંહ દર્શન આ પ્રોજેક્ટ ને પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રવચનમાં જણાવી હતી. જૂનાગઢ ના ઉપરકોટ ના વિકાસ તેમજ મકરબા ના વિકાસ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. જૂનાગઢના ઇન્દ્રેશ્વર અને ધૂળેટીનો પણ વિકાસ અંગે ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે તેવી જાહેરાત પણ કરી હતી.
આમ આજે મુખ્યમંત્રીએ જૂનાગઢને અલગ-અલગ વિકાસના કામોની ભેટ આપી હતી અને વર્ષોથી ચડેલા જે પ્રશ્નો છે તે અંગે પણ સરકાર ચિંતિત છે તેવી હૈયાધારણ આપી હતી.
મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય રહ્યા હાજર? જાણો હાજરીને લઈને શું આપ્યું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 03:18 PM (IST)
ભીખાભઆઈ જોશીએ કાર્યક્રમમાં હાજરી મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવાથી હાજર રહ્યા હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યકમમાં મને જૂનાગઢના ધારાસભ્ય તરીકે કાર્યક્રમના કાર્ડમાં મારું નામ પણ લખ્યું હતું અને મને આમંત્રણ મળ્યું હોવાથી મેં કાર્યક્રમમાં હાજરી આપી છે.
તસવીરઃ જૂનાગઢ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -