આજે રાજ્ય સરાકરે પોલીસ વિભાગમાં પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલી કરી છે. આ સાથે 20 પોલીસ અધિકારીઓને બઢતી પણ આપવામાં આવી છે. આ 20 પોલીસ અધિકારીઓને ડીવાયએસપીના પદ પરથી એસપીએસ પદ પર બઢતી અપાઈ છે. આ કુલ 20 અધિકારીઓમાં 13 મહિલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. 


બઢતી મેળવનાર પોલીસ અધિકારીઓમાં અમિતા કેતન વાનાણીને સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ડીસીપી પદે મુકાયા, રાજદીપસિંહ નકુમ સુરત શહેરમાં ડીસીપી તરીકે મુકાયા, ભરતકુમાર બી. રાઠોડને ગાંધીનગર એસપી ઈન્ટ. તરીકે મુકાયા,  પ્રફુલ વાણિયાને એસઆરપી ગૃપ 8ના કમાન્ડન્ટ પદે મુકાયા.


રાજેશકુમાર ટી. પરમારને વડોદરા પશ્ચિમ રેલવેના એસપી તરીકે બદલી, કલ્પેશકુમાર એમ. ચાવડાની એસઆરપી ગ્રુપ 10ના કમાન્ડર તરીકે બદલી, હરેશકુમાર ડી. મેવાડા સુરત એસપી ઈન્ટ. તરીકે બદલી, જુલી સી. કોઠિયા વડોદરા શહેરના ઝોન 1ના ડીસીપી તરીકે બદલી કરાઈ


તેજલ સી. પટેલને ગોધરા એસઆરપી ગ્રુપ 5ના કમાન્ડર તરીકે બદલી, કોમલબેન શૈલેષકુમાર વ્યાસને નડિયાદ એસઆરપી ગ્રુપના કમાન્ડર તરીકે બદલી, મંજીતા કે. વણઝારાની અમદાવાદ એસઆરપી ગ્રુપ 2ના કમાન્ડર તરીકે બદલી, અર્પિતા ચિંતન પટેલ સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ 2 ગાંધીનગરના એસપી તરીકે બદલી કરાઈ છે.


રૂપલબેન નિકુંજકુમાર સોલંકીને ડીસીપી ક્રાઈમ તરીકે સુરત શહેરમાં બદલી, ભારતી જે. પંડ્યા અમદાવાદ સીટી પોલીસની ઈકોનોમિક વિંગ ખાતે ડીસીપી તરીકે બદલી, શ્રૃતિ એસ. મહેતાની ગાંધીનગર સીઆઈડી ઈન્ટેલિજન્સના એસપી તરીકે બદલી, નીતાબેન હરગોવિંદભાઈ દેસાઇ ડીસીપી ટ્રાફિક અમદાવાદ શહેર ખાતે બદલી, શ્રેયા જે. પરમારની વિરમગામ એસઆરપી ગ્રુપ 20ના કમાન્ડર તરીકે બદલી, ડો. કાનન એમ. દેસાઇની ડીસીપી હેડક્વાર્ટર અમદાવાદ સીટીમાં બદલી, જ્યોતિ પી. પટેલની ગાંધીનગર ટેક્નિકલ સર્વિસના એસપી તરીકે બદલી અને ભક્તિ કેતન ઠાકરને ડીસીપી ટ્રાફિક અમદાવાદ શહેર એડમીનીસ્ટ્રેશન તરીકે બદલી કરાઈ છે.


આ પણ વાંચોઃ


ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી પહેલાં 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી કરાઈ જેમાં 13 મહિલા અધિકારીઓને બઢતી