Gandhinagar News: આજે ગુજરાત બીજેપીની મહત્વની બેઠક યોજાશે. આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે, અને હવે આ અંતર્ગત ગુજરાતમાં ભાજપની લોકસભા ચૂંટણી માટે આજે 6 જાન્યુઆરીએ એક મહત્વની બેઠક યોજાશે. 


ગાંધીનગરમાં આજની બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવીશે. આ બેઠક ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. લોકસભાની ચૂંટણી તૈયારીઓની બેઠકમાં ચર્ચા થશે. તમામ લોકસભા બેઠકો માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ આ બેઠકમાં હાજર રહેશે. રાજ્ય સરકારના 10 મંત્રીઓ બેઠકમાં હાજર રહેશે. પ્રદેશના સીનિયર આગેવાનો સહિત 50 લોકો બેઠકમાં ભાગ લેશે, આજની બેઠક સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. બેઠકમાં અનેકવિધ આયોજન અંગે પણ ચર્ચા કરાશે. અન્ય પક્ષમાંથી ભાજપમાં લોકોને જોડવા સંદર્ભે ચર્ચા થશે. સરપંચથી સાંસદ સુધીના લોકોને ભાજપમાં ભેળવવા અંગે ખાસ પ્રકારની આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ ગામડાઓમાં રાત્રિ રોકાણ કરવાની બાબતનું પણ આયોજન કરાશે. ગામડે-ગામડે પહોંચવા માટે ભાજપના કાર્યક્રમનું આયોજન થશે. સરકારી યોજનાના લાભાર્થીઓના સંપર્ક કરવાના કાર્યક્રમોનું પણ આયોજન કરાશે. 


ખાસ વાત છે કે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રાજ્યના લોકોને ભગવાન રામના દર્શન કરાવવા માટે લઇ જવાનું ખાસ આયોજન પણ કરાશે. વિવિધ કમિટીની કામગીરી સંદર્ભે જીણવટભર્યુ આયોજન કરાશે, સરકારી યોજનાના લાભાર્થી અને એક-એક નાગરિક સુધી પહોંચવા ખાસ આયોજન કરાશે.


‘અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’, લોકસભા ચૂંટણી પહેલા BJP એ તૈયાર કર્યો નવો નારો


2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે લોકસભા ચૂંટણી માટે સ્લોગન નક્કી કરી લીધું છે. સૂત્રોએ જણાવ્યું કે આ સ્લોગન છે 'અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર'. તેમજ ભાજપે લોકસભા અને વિધાનસભા કક્ષાએ કન્વીનર અને સહ કન્વીનર નક્કી કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સમગ્ર દેશની મુલાકાત લેશે. પીએમ મોદીનો પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે. મંગળવારે, 2 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. ગામી લોકસભા ચૂંટણીને લઈને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા તેવા સમયે જ આ નવું સ્લોગન જાહેર કરવામાં આવ્યું છે.


આ પહેલા ભાજપે શું નારો આપ્યો હતો?


2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 'અચ્છે દિન આને વાલે હૈ' નારો આપ્યો હતો. પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી 'ફિર એક બાર મોદી સરકાર' ના નારા પર લડી હતી. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે લોકસભાની બંને ચૂંટણી જીતી હતી.


PM મોદી શું કરી રહ્યા છે દાવો?


પીએમ મોદીએ તાજેતરના સમયમાં ઘણી વખત દાવો કર્યો છે કે લોકોનો ભાજપમાં વિશ્વાસ અકબંધ છે. આવી સ્થિતિમાં ભાજપ માટે જીતની હેટ્રિક લગાવશે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) છે. બીજી તરફ, કોંગ્રેસ, TMC, DMK અને આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોનો સમાવેશ કરીને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા (I.N.D.I.A) છે.


2019માં ભાજપને કેટલી મળી હતી સીટ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ 2019માં બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. બાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને DMKએ 23 સીટ પર વિજય મેળવ્યો હતો. 2019માં કુલ 7 તબક્કામાં મતદાન યોજાયું હતું અને 23 મે, 2019ના રોજ પરિણામ જાહેર થયા હતા.