રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત દીકરીનું મૃત્યુ થતાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા તો સિવિલ સુપ્રિન્ટરને કહ્યું, કે રિએક્શનના કારણે મૃત્યુ નથી થયું આ બાબતે તપાસ કરીશું. 


વિધિ જીતેન્દ્રભાઈ પીઠવાની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તેને અચાનક રિએક્શન આવી ગયું હતું પરિવારજનોએ કહ્યું હતું કે સારવાર કરનાર ડોક્ટરોની શોધ બેદરકારી હતી અમે અનેક વખત ડોક્ટરોને રજૂઆત કરી હતી પરંતુ ડોક્ટરો બરોબર ધ્યાન આપતા ન હતા. વિધિ જીતેન્દ્રભાઈ પીઠવા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી જુવાનજોત દીકરીનું મૃત્યુ થતાં આ મધ્યમ વર્ગીય પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


રાજકોટમાં થેલેસેમિયા પીડિત વિધિ પીઠવાના મૃત્યુ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉડાઉ જવાબ આપ્યો હતો. રાજ્યમાં બનતી ઘટના અંગે મંત્રીઓને તાત્કાલિક જાણ ન હોય તેવો મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. ઋષિકેશ પટેલે કહ્યું કે, "કોઈના આક્ષેપો અંગે હું માહિતી ના આપુ શકું, તપાસ કરીને જે હકીકત હશે તે આપને જણાવીશ." રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મૃત્યુ આજે સવારે થયું છે જો કે, દિવસ દરમિયાન આરોગ્ય મંત્રીને આ બનાવ અંગે જાણ નથી થઈ



રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત દીકરીને લોહી ચડાવ્યા બાદ રિએક્શન આવતા દીકરીનું મૃત્યુ થયું છે. થેલેસેમિયા ગ્રસ્ત લોકોને LR લોહી ચડાવવાનું હોય છે. સિવિલ માં LR ફિલ્ટર વગરનું બ્લડ બ્લડ ચડાવી દેવામાં આવતા દીકરીનું મોત થયું છે. રાજકોટ સિવિલમાં ફિલ્ટર કરેલા LR બ્લડ ને બદલે હજુ પણ RCC ચડાવાઈ છે RCC બ્લડ ચડવવાને કારણે દર્દીઓમાં રિએક્શનું પ્રમાણ વધતું હોય છે. LR બ્લડ  ચડાવાય તો દર્દી ને રિએક્શન આવતું નથી.


બ્લડ બેંક ના નિયમ પ્રમાણે થેલેસેમિક બાળકોને LR બ્લડ જ ચડાવવું જોઈએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ નિયમ નો ભંગ કરી રહ્યું છે. મશીન ન હોવાથી સીવીલમાં દર્દીઓને RCC બ્લડ ચડાવવામાં આવે છે. 


મહત્વનું છે કે, આ સમગ્ર મામલે વિધી પીઠવાના મોતની તપાસ માટે પાંચ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા એક્સપર્ટ પણ ટીમમાં શામેલ કરાયા છે અને વિધી પીઠવાનું મોત ક્યાં કારણોસર થયું તે દિશામાં તપાસ કરવામાં આવશે. પરિવારજનોએ આ મોત પાછળ બ્લડ ઇન્ફેક્શન હોવાનો દાવો કર્યો છે. વિધિ પીઠવાને 14 વર્ષથી બી નેગેટિવ બ્લડ ચડાવવામાં આવતું હતું. આ વખતે પણ બી-નેગેટિવ બ્લડ ચડવવામાં આવ્યું હતું કે કેમ તે બાબતે તપાસ શરૂ કરાઈ છે. તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે. તપાસ કમિટી રિપોર્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને સિવિલ સુપ્રિન્ટેન્ટને સુપ્રત કરશે.