Madical College Student  : ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યાં છે. હવે તબીબી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા જીવન ટુંકાવ્યું હતું. મૃતક વિદ્યાર્થિની કિમ ખાતે આવેલી BHMS કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થીએ આત્મહત્યા કરી ત્યારે તેણે 'ગેમ ઓવર' લખેલું ટી-શર્ટ પહેર્યું હતું તે સૌથી ચોંકાવનારી બાબત છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થિનીનો પરિવાર શોકાતુર બન્યો છે.  


વિદ્યાર્થિનીને પરીક્ષામાં કેટલાક વિષયમાં નાપાસ થઈ હોવાથી તણાવ હેઠળ હોવાનું કહેવાય છે. પોલીસે ફરિયાદના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે. 


પ્રાપ્ત વિગતો અનુંસાર જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં રહેતી જાનવીબેન દિલીપભાઇ પટેલ (ઉં.વ.20) કિમ ખાતેના અણીતા ગામમાં આવેલી BHMS કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી હતી. જાનવીએ આજે સોમવારે બપોરે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો ઘરની બહાર ગયા હતા ત્યારે જાનવીએ આ પગલું ભર્યું હતં. પરિજનો જ્યારે ઘરમાં આવ્યા અને જાનવીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ હેબતાઇ ગયા હતા. તેમણે જાનવીને તાબડતોબ નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં જાનવીને મૃત જાહેર કરવામાં આવી હતી. જુનાવ દિકરીની ઓચિંતિ વિદાયથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. પરિજનો ચોધાર આંસુએ હૈયાફાટ કલ્પાતં કરી રહ્યો છે. 


મેડિકલની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી ત્યારે તેને 'ગેમ ઓવર' લખાણ લખેલી ટી-શર્ટ પહેરેલી હતી. જાનવી કિમમાં આવેલી કોલેજમાં BHMSમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કર હતી. તેણે પરિક્ષામાં કેટલાક વિષયમાં એટીકેટી આવી હતી. આ ઘટનાને કારણ ટેંશનમાં આવીને તેણીનીએ આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. આ સાથે જ પોલીસે ફરિયાદ નોંધી વધુ પ્રક્રિયા હાથ ધરી હતી. 


મૃતક જાનવીના પિતા દિલીપભાઇ સુરત પાલિકામાં ડેપ્યુટી ઇજનેર છે તો માતા શિક્ષિકા છે. જ્યારે જાનવીનો ભાઇ પાલિકાના વેક્સિનેશન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જાનવીના અણધાર્યા પગલાથી પરિવાર શોકાતુર બન્યો છે. 


મૃતક જાનવીના સંબંધીઓએ જણાવ્યું હતું કે, જાનવી કોલેજથી ઘરે અપડાઉન કરતી હતી. સોમવારે જ તે તેની કોલેજની ફી ભરવા માટે આવી હતી. સગા સંબંધીઓએ પણ કહ્યું હતું કે, જાનવીને ભણવાને લઈને ટેંશનમાં હતી. જેથી જાનવીએ માનસિક તણાવને લીધે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે. 


આ કેસની તપાસ કરી રહેલા જહાંગીરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે, જાનવીબેનના આપઘાત પાછળનું ખરુ કારણ તો હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં મૃતકને પરિક્ષામાં એટીકેટી આવી હોવાના કારણે તણાવ અનુભવતી રહી હોવાનું જાણવા મળ્યું છે.