ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ તેમના વિરુદ્ધ ષડયંત્ર કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ ગુજરાત યુનિવર્સિટીનું રાજકારણ જવાબદાર હોવાની ચર્ચા છે.  તેમના રાજીનામા પાછળ પૂર્વ વીસી હિમાંશુ પંડ્યા, જિમિત શાહ અને તેના પિતા મુકેશ શાહનું કનેક્શન છે. આ ત્રણેયે સાથે મળીને પ્રદીપસિંહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.


પ્રદીપસિંહ વાઘેલા સામે લાગેલા આરોપ મામલે હિમાંશુ પંડ્યા પોલીસના રડાર પર છે. હિમાંશુ પંડ્યાએ યુનિવર્સિટીમાં કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ કર્યા હોવાના કારણે તેઓ વિવાદમાં રહ્યા છે. જિમિત અને મુકેશ શાહની નજીકના એક અધિકારી પર પણ પોલીસની નજર રાખી રહી છે.  આ અધિકારી પર એક-બે દિવસમાં સકંજો કસાય તેવી સંભાવના છે


આ સમગ્ર ઘટનાક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાની ભૂમિકાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. એસઓજી પોલીસ હિમાંશુ પંડ્યાની પણ પૂછપરછ કરી ચૂકી છે. જીમિત શાહ અને મુકેશ શાહના કેસનું પણ વાઘેલાના રાજીનામા પાછળ કનેક્શન જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમા જ થયેલા મોટા કામોને લઈ વિવાદ ચાલી રહ્યો છે. યુનિ.ના એક કાંડમાં કેટલાક અધિકારીઓ પર પણ કાર્યવાહીની શક્યતા છે. આ અધિકારીઓ સાથે જીમિત શાહનું કનેક્શન હોવાના કારણે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહીની સંભાવના છે.




એક ચર્ચા એવી પણ છે કે પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પાછળ જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહના કેસનું પણ કનેક્શન હોવાનું મનાઈ રહ્યું છે. પ્રદિપસિંહ વાઘેલા વિરૂદ્ધ હિમાંશુ પંડ્યા, જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહએ ષડયંત્ર રચ્યાની ચર્ચા છે. તો સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં થયેલા મોટા કામોને લઈને વિવાદ હતો. યુનિવર્સિટીના એક કાંડમાં કેટલાક અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. એટલુ જ નહીં જીમિત શાહના અધિકારીઓ સાથેના કનેક્શન હોવાની પણ ચર્ચા છે.


ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ એન્જિનિયર મુકેશ શાહ અને તેના પુત્ર જિમિત શાહ પર ગંભીર આરોપ સાથે અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ હતી. જિમિત શાહ અને તેમના પિતા મુકેશ શાહ સામે ગંભીર આરોપ લાગ્યા છે. મુકેશ શાહ સરકારી પદ પરથી નિવૃત્ત હોવા છતા જિલ્લા પંચાયતના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ રાખતા હતા અને તેના આધારે કૌભાંડો આચરતા હતા.




પિતા પુત્ર નકલી રબર સ્ટેપનો ઉપયોગ કરી ગેરરીતિ આચરતા


આ અંગે જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે સમગ્ર કાંડ બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં જિમીત શાહ અને મુકેશ શાહના ઘરેથી જિલ્લા પંચાયતનો ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ પણ મળી આવ્યો હતો. તો બીજી તરફ જિમીત શાહ જે કંપનીમાં નોકરી કરતો હતો તેનો પણ રાઉન્ડ રબર સ્ટેમ્પ તેમના ઘરેથી મળી આવ્યો હતો. આ બન્ને પિતા પુત્ર નકલી રબર સ્ટેપનો ઉપયોગ કરી ગેરરીતિ આચરતા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ વટવા જીઆઇડીસીમાં બાયોટેક કંપની ચલાવતા દિનેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ મુકેશ શાહ અને તેમના પુત્ર જિમીતની ધરપકડ કરી લેવામાં આવી હતી.