ગાંધીનગરઃ પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવમાં ફેરફાર થઈ શકે છે. એક એપ્રિલ, 2022ના ઠરાવમાં સુધારા માટે કમિટી બનાવવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણના સંયુક્ત સચિવના અધ્યક્ષ સ્થાને 13 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ઠરાવમાં કયા પ્રકારે ફેરફાર કરવા તેને લઈ 17 ફેબ્રુઆરીએ બેઠક મળશે.


વિભાગના આ ઠરાવ PRE-112012-611065- પાર્ટ-5ની જોગવાઇમાં ફેરફાર થશે. અલગ અલગ કોર્ટ મેટરો થઇ હોવાના કારણે ઠરાવમાં ફેરફાર થશે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે કહ્યુ હતું કે 17 ફેબ્રુઆરીએ મળનારી બેઠકનો એજન્ડી પણ મળી ચૂક્યો છે.


સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા OBC અનામત મુદ્દે અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર, જાણો 


ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં OBC અનામત લાગુ કરવાની બાબતે કોકડું ગુચવાયું છે.  જેના માટે આયોગ રચવામાં આવ્યું છે પરંતુ તેનો રિપોર્ટ હજુ સરકારમાં જમાં ના થતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અટવાય તેવી શક્યતાના પગલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વચેટીયાનું શાસન છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં 10 ટકા ઓબીસી અનામત મુદ્દે ગ્રામ પંચાયતની ચૂંટણી અટવાયેલી છે. જે આયોગ બનાવવામાં આવ્યું તેનો રિપોર્ટ હજુ સુધી રજુ થયો નથી. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ઘણી બધી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થઈ હોવાના કારણે ત્યાં વહિવટદારો મુકવામાં આવશે.  7 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતમાં વહિવટદારો મુકવા પડે તેવી સ્થિતિ છે.  90 દિવસમા રિપોર્ટ આવશે તેવું કહેવાયું હતું જેને ઘણો સમય થઇ ચુકયો છે. 


અમિત ચાવડાએ કહ્યું અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક આયોગનો રિપોર્ટ મેળવે અને જલ્દીથી જલ્દી ચૂંટણીઓ યોજવામાં આવે.  2 જિલ્લા, 17 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકાઓમા ચૂંટણીનો સમય થઈ ચૂક્યો છે જ્યાં ચૂંટણી નહિ થાય તો વહિવટદારોને મુકવા પડશે.  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અયોગના રિપોર્ટ પ્રમાણે ઓબીસી અનામત નક્કી કરવામાં આવે. 


Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત




 



ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓ માટે આ સેવા કેમ્પસમાં શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીની બેઠક મળી જેમાં વિદ્યાર્થીલક્ષી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ પરીક્ષા વિભાગમાં ડિગ્રી અને માર્કશીટના વેરિફિકેશનની કામગીરીમાં ઢીલાશ મુકતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે