અમદાવાદ: દસ દિવસ ધામધૂમ પૂર્વક ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે રાજ્યભરમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અશ્રુભીની આંખે બાપ્પાની વિદાય થઈ છે. અમદાવાદ શહેરમાં પણ નાગરિકોએ ઢોલ નગારા સાથે વિઘ્નહર્તાનું વિસર્જન કર્યું હતું. નદી સ્વચ્છ રાખવાના હેતુથી અમદાવાદની જનતાએ કૃત્રિમ કુંડમાં ગણપતિ બાપાને વિદાય આપી હતી. AMCએ બનાવેલા કૃત્રિમ કુંડમાં અમદાવાદના લોકોએ બાપાનું વિસર્જન કર્યું હતું.


ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વડોદરામાં સાંજ પડતા જ વિઘ્નહર્તા ગણપતિ બાપાની મહાકાય મૂર્તિઓનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. હજારો લાખોની સંખ્યામાં ભક્તોએ ગણપતિ વિસર્જનની યાત્રામાં ઢોલ નગારા સાથે ભાગ લીધો હતો. અકોટા બ્રિજ પર અનેક શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

દેશ અને રાજ્યભરમાં ગણપતિ બાબા મોરિયા અગલે બસર તુ જલ્દીઆના નારા સાથે વિઘ્નહર્તા ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે. શ્રીજીને વિદાય આપવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી.