શહેરના બિસ્માર રસ્તાને લઈ ભાજપના વરિષ્ઠ નેતા આઈ કે જાડેજાનું દુઃખ સામે આવ્યું છે. તેમણે આજે ટ્વિટ કરીને પોતાની વ્યથા રજૂ કરી હતી. જાડેજાએ ટ્વિટ કરીને લખ્યું, અમદાવાદના બોપલ બ્રીઝથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રીઝ નું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી ?
જાડેજાના ટ્વિટ બાદ ઔડાના અધિકારીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, ઔડા નવરાત્રિના સમયે રોડ રસ્તાનું સમારકામ શરૂ કરાશે. રસ્તાનું સમારકામ કરવાની જવાબદારી ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટરની હોય છે.
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, જાણો વિગતે
દંગલ ગર્લ બબીતા ફોગાટે હરિયાણા પોલીસમાંથી આપ્યું રાજીનામુ, લડી શકે છે ચૂંટણી
દીપિકા પાદુકોણે કર્યા લાલબાગના રાજાના દર્શન, ઉઘાડા પગે ચાલીને આવી, જુઓ તસવીરો