વડોદરા: રાજપીપળા સ્ટેટના ગે યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલે લગ્ન કર્યા છે. દેશના પ્રથમ ગે પ્રિન્સના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમણે અમેરિકામાં 6 જુલાઈ 2022ના રોજ ડી એન્ડ્રુ રિચાર્ડસન સાથે કોલંબસ ઑહીઓના ચર્ચમાં લગ્ન કર્યાની ચર્ચા છે. જો કે, એ.બી.પી અસ્મિતા હાલ પૃસ્ટી કોઈ પુષ્ટી કરતું નથી.
માનવેન્દ્ર સિંહ અને ડી એન્ડ્રુ રિચાર્ડસનના ફેસબૂક પેજ પર લગ્નના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. માનવેન્દ્ર સિંહ અને ડી એન્ડ્રુ રિચાર્ડસન ઘણા વર્ષોથી સાથે રહે છે. હાલ મેરેજ રિન્યુઅલ કર્યા હોવાની વાત ડી એન્ડ્રુ રિચાર્ડસનએ સોસીયલ મીડિયામાં શેર કરી હતી. ફોટોગ્રાફ્સ અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોતા તેમના લગ્નના પુરાવા દેખાય રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોને મળશે ટિકિટ ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. જેને લઈ સુરતમાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ રહી છે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું છે.
ટીવી ડીબેટમાં ભાજપનો કોઈ કાર્યકર્તા ન જાય
સી.આર.પાટીલે કહ્યું, ચૂંટણીના સમયમાં જવાબદાર લોકો સિવાય કોઈએ નિવેદનો ન આપવા. ટીવી ડીબેટમાં ભાજપનો કોઈ કાર્યકર્તા જાય નહીં તેવી કડક સૂચના છે. ટિકિટની ચિંતા ન કરવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ટકોર કરી કહ્યું, કેન્દ્રના નેતૃત્વ પર વિશ્વાસ રાખો. કેન્દ્રનું નેતૃત્વ મેરીટના બળ પર જ ઉમેદવારને ટીકીટ આપશે. ટિકિટની ચિંતા કરવાની જરૂર નથી.
પાછલી ચૂંટણીમાં લાખો કાર્યકર્તાઓએ ટિકિટ માંગી
આ ઉપરાંત પાટીલે કહ્યું, પાછલી ચૂંટણીમાં લાખો કાર્યકર્તાઓએ ટિકિટ માંગી, જેમાંથી અમુક કાર્યકર્તાઓ ને જ ટિકિટ મળી છતાંય બધા જ કાર્યકર્તાઓ ખંભે ખભો મિલાવીને કામે લાગી ગયા હતા. આ કાર્યકર્યાઓ જો ઘરે બેસી રહ્યા હોત પરિણામ કઈંક અલગ હોત. વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમના પીએમ મોદીએ વખાણ કર્યા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓને સતત ખેડૂતોને યાદ અપાવવી જોઈએ
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી લઈ જવા પ્રદેશ પ્રમુખે ટકોર કરી કહ્યું. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓને સતત ખેડૂતોને યાદ અપાવવી જોઈએ. કાર્યકર્તા કામ ન કરતો હોય તો તેને ટકોર કરીને કામે લગાડી દો. હવે ચૂંટણીની તૈયારીઓ માટે આપણી પાસે વધુ સમય નથી. કાર્યકર્તાઓની તાકાતથી જ આપણે દરેક ચૂંટણી જીતતા આવ્યા છીએ અને આગળ પણ જીતીશુ. આપણે મેન્ડેડ આપીને સહકારી ચુંટણીઓ લડત થયા. સહકારી સંસ્થાઓમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઇલું ઇલું ચાલતું હતું તે બંધ થઈ ગયું.