Cloud Burst Near Amarnath Cave: અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટતા અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો હજુ પણ ફસાયેલા છે. આ ફસાયેલા લોકોમાં જામનગરના દંપત્તિનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે જામનગરના આ દંપતીને હાલમાં સુરક્ષિત સ્થળે ખસેડાયું છે. દીપકભાઈ વિઠલાણી અને તેમના પત્ની જાગૃતિ છે અમરનાથી યાત્રાએ છે, જ્યાં અચાનક વાતાવરણ ખરાબ થતા તેઓ વચ્ચે ફસાય ગયા હતા. કાશ્મીરમાં વાતાવરણ ખરાબ હોવાને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવે છે.


 



અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી તબાહી


દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. 50-60 લોકો ગુમ થયાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 60 લોકો ગુમ છે. અમરનાથ ગુફા પાસે અને પંચતરણીમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ છે.


અસ્થાયી રીતે યાત્રા રોકવામાં આવી


અકસ્માતને પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ યાત્રાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. યાત્રા હાલમાં બાલતાલ અને પહેલગામ બંને રૂટથી બંધ છે. અમરનાથ યાત્રા 3 જૂને જ શરૂ થઈ હતી. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભારતીય સેના અને આઈટીબીપીના જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો પણ બચાવ કાર્યમાં સામેલ છે. અમરનાથ ગુફા પાસે અને પંચતરણીમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ છે.


હેલ્પલાઈન નંબર જાહેર કરાયા


જમ્મુ-કાશ્મીર પ્રશાસને શુક્રવારે અમરનાથ યાત્રા માટે હેલ્પલાઈન શરૂ કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર એડમિનિસ્ટ્રેશન અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે ચાર ટેલિફોન નંબર જાહેર કર્યા છે જેના પર સંપર્ક કરીને લોકો માહિતી મેળવી શકે છે. શ્રાઈન બોર્ડે ટ્વિટ કર્યું, "અમરનાથ યાત્રા માટે હેલ્પલાઈન નંબર: NDRF: 011-23438252, 011-23438253, કાશ્મીર ડિવિઝનલ હેલ્પલાઈન: 0194-2496240, શ્રાઈન બોર્ડ હેલ્પલાઈન: 0194-2313149."


દરમિયાન જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રીઓની નવી બેચ રવાના થઇ છે. એક પ્રવાસીએ કહ્યું, " હવે અમને યાત્રા માટે આગળ જવા દેવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. અમને ખૂબ સારું લાગે છે. બાબા બધાની રક્ષા કરશે. ગઈકાલે જે કુદરતી આફત આવી તે અંગે દુઃખ થયું, પરંતુ ભગવાન શિવ બધાની રક્ષા કરશે અને દર્શન આપશે