Manhar Udhas Join BJP: વિધાનસભા ચૂંટણી 2022 અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યથાવત છે. ત્યારે આજે જાણીતા દિગ્ગજ ગઝલ ગાયક મનહર ઉધાસ ભાજપમાં જોડાયા છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે (C. R. Patil) મનહર ઉધાસને કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં જોડ્યા હતા.
સી. આર. પાટીલે ટોપી પહેરાવીઃ
ગઝલ ગાયક મનહર ઉધાસની સાથે અન્ય ગાયક કલાકાર, એક્ટર્સ અને સિંગર પણ ભાજપમાં જોડાયા છે. અન્ય કલાકારોની વાત કરીએ તો મોસમ મહેતા, પાયલ શાહ અને મલકા મહેતા, મ્યુઝિક ડિરેકટર મૌલિક મહેતાએ કેસરીયો કેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે તમામ કલાકારોને કેસરીયો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.
આ કલાકારો ભાજપમાં જોડાયાઃ
મનહર ઉધાસ - ગઝલ સિંગર
મૌલિક મહેતા - મ્યુઝિક ડિરેકટર
સુનિલ વિસરાની - ગુજરાતી ફિલ્મ એક્ટર
મોસમ મહેતા - સિંગર
મલકા મહેતા - સિંગર
યશ બારોટ - સિંગર અને એક્ટર
કાર્તિક દવે - ફિલ્મ એક્ટર
જાનવી ચૌહાણ - ફિલ્મ એક્ટ્રેસ
આશિષ કુપાલા - ફિલ્મ ડ્રામા એક્ટર
પાયલ શાહ - સિંગર
સોનક વ્યાસ - એક્ટર
ગઝલ સમ્રાટ મનહર ઉધાસઃ
મનહન ઉધાસની (Manhar Udhas) વાત કરીએ તો, તેમનો જન્મ અમરેલીના સાવરકુંડલામાં થયો છે. મનહર ઉધાસ મિકેનિકલનો અભ્યાસ કરી ચુક્યા છે. મનહર ઉધાસે ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણી ગઝલોમાં પોતાનો સ્વર આપ્યો છે અને તેઓ બોલિવુડના પ્રખ્યાત પ્લેબક સિંગર છે. મનહર ઉધાસે 1969માં જીવનનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યુ હતું. આ સાથે તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, પંજાબીમાં ગીતો, ગઝલ અને સાંસ્કૃતિક ગીતો ગાઇને ખ્યાતિ મેળવી છે. મનહર ઉધાસે હિન્દી, ગુજરાતી સહિતની ભાષાઓમાં કુલ 300થી વધુ ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. મનહર ઉધાસને ગઝલ સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે.