સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા APMC ખાતે જુગારધામ પકડાયું છે. 10,77,610 રૂપિયા મુદામાલ સાથે 6 જુગાર રમતાં ઝડપાયા છે. ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમવાની બાતમી મળતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે દરોડા પાડતાં 6 જુગારીઓ ઝડપાયા છે. જેમાં ધ્રાંગધ્રા ભાજપ સંગઠન ગામ્ય ઉપમુખ લલિતભાઈ માધાભાઈ મેથાણીયા (પટેલ) અને ધ્રાંગધ્રા તાલુકા સીતાપુર પંચાયતના સદસ્ય અરવિદભાઈ નરસીભાઈ પટેલ ઝડપાયા છે.
ભાજપના હોદ્દેદારો જુગારમાં ઝડપાતા રાજકારણ ગરમાયું છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાજપના હોદ્દેદારોના ટોળા ઉમટ્યા હતા. ધ્રાંગધ્રા APMCમાં જુગાર રમતાં 6 જુગારીઓ ઝડપાયા છે.
Lumpy Virus : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂજના આઇસોલેશન વોર્ડની લીધી મુલાકાત
કચ્છઃ કરછમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા છે. અસરગ્રસ્ત ગાયો માટે ભુજના કોડકી રોડપર આવેલ આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી અને રાઘવજી પટેલ કલેકટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરશે. ભૂપેન્દ્ર પટેલ અને રાઘવજી પટેલ કચ્છમાં લમ્પી વાયરસની સમીક્ષા કરી રહ્યા છે.
આજે લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરશે. ભુજના કોડકી રોડ ઉપર બનાવામાં આવેલ આઇસોલેશન સેન્ટર અને વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધા બાદ ભુજ કલેકટરે કચેરી ખાતે ઉચ્ચ અઘિકારીઓ સાથે યોજશે બેઠક.
મુખ્યમંત્રી કચ્છ લમ્પીગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે ત્યારે કિસાન કોંગ્રેસના કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ અપેક્ષાઓ વ્યક્ત કરી. મુખ્યમંત્રી માંડવી, મુન્દ્રા, અબડાસા જેવા અતિ ભયંકર લંપીગ્રસ્ત વિસ્તારની મુલાકાત અવશ્ય લે. ખુલ્લામાં પશુ મૃત્યુદેહ સળી રહ્યા છે તે ભુજપુર ગામની તો અવશ્ય મુલાકાત લે. મુખ્યમંત્રીશ્રી જિલ્લાના તંત્ર પાસેથી ખરેખર મૃત્યુ પામેલા પશુનો સાચો આંકડો મેળવે ને જાહેર કરે.
ખોટા આંકડાઓ જાહેર કરવા બદલ તંત્ર સામે શું કાર્યવાહી કરી તે જાહેર કરે. પશુ મૃત્યુદેહને ખુલ્લામાં રજળતા નાખી દેવા બદલના કારણો જાણે અને લાપરવાહી બદલ જવાબદારને દંડે. કચ્છમાં ફોરેસ્ટના ઘાસચારાના ગોદામો ભરેલા પડ્યા છે એમાંથી ઘાસચારો આપવામાં આવે. પશુને ભુસુ, ગોળનું પાણી વગેરે એનર્જીવાળો ખોરાક માટે વ્યવસ્થા કરે. પશુ મૃત્યુના કારણે રોજીરોટી ગુમાવનાર માટે પશુ મૃત્યુ સહાય જાહેર કરવામાં આવે. વાસ્તવિક પરિસ્થિતિ જાણ્યા બાદ આ રોગને નાથવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે.