પોલીસ સ્ટેશનમાંથી ભાગેલા આરોપીને ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

LCB પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટીમના માણસો આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા. આ  દરમિયાન ASI અજીતસિંહ પરમાર તથા ASI શૈલેશભાઇ ડોડીયાને સંયુકત રીતે  બાતમી મળી હતી.

Continues below advertisement

ગીર સોમનાથ: ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી  પોલીસ કસ્ટડીમાંથી નાશી જનાર, ગુજરાત હાઇકોર્ટના હેબીયર્સ કોપર્સ તથા પોકસો-અપહરણના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગીર સોમનાથ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. 

Continues below advertisement

તારીખ 13  ફેબ્રુઆરી 2024ના રોજ દાખલ થયેલ ફરિયાદ મુજબ,ફરિયાદીની સગીર વયની દિકરીને આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે  ભગાડી લઇ જઇ ગુન્હો કર્યો હતો. આ બાબતે ભોગબનનારના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. 

LCB પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટીમના માણસો આરોપીને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા. આ  દરમિયાન ASI અજીતસિંહ પરમાર તથા ASI શૈલેશભાઇ ડોડીયાને સંયુકત રીતે  બાતમી મળી હતી. પોલીસે આરોપીને ભોગબનનારની સાથે કોડીનાર ખાતેથી પકડી પાડ્યો હતો અને આગળની તપાસ અર્થે સુત્રાપાડા પો.સ્ટેસ્ટનમાં સોંપી આપેલ છે.

Continues below advertisement
Sponsored Links by Taboola