Junagadh News: ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જે અંગે MLA દ્વારા ચોરવાડ પોલીસમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં મોહન ચુડાસમા દ્વારા ધમકી  આપ્યાનું કહેવામાં આવ્યું છે. જો કંઈ થશે  તો મોહન ચુડાસમા સહિત 8 લોકો જવાબદાર રહેશે તેવો ઉલ્લેખ કર્યો છે.

સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું  છે કે સાંસદ રાજેશ ચુડાસમા અને તેમનાં પરિવારના સભ્યો કારણે મારું અને મારા પરિવારના જાનનું જોખમ છે, જેથી સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરતા ખળભળાટ મચ્યો છે

કોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

મોહન રામાભાઈ ચુડાસમા અને તેમનો દીકરો

નયન મોહનભાઈ ચુડાસમા તથા તેમના મોટાભાઈ

નારણભાઈ રામાભાઈ ચુડાસમા અને તેમનો દીકરો

રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા સાંસદ અને તેમનો બીજો દીકરો

હરીશ નારણભાઈ ચુડાસમા તથા તેમનો નાનો દીકરો

હીરાભાઈ રામાભાઈ ચુડાસમા તેમનો મોટો દીકરો

ભરત હિરાભાઈ ચુડાસમા તથા તેમનો નાનો દીકરો

કેતન હિરાભાઈ ચુડાસમા તથા તેમના બાકી રહેતા પરિવારના તમામ સદસ્યો