Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડની ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અસર વર્તાઈ રહી છે. 15 જૂને આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે તેવી આગાહી છે. તો બીજી તરફ વાવાઝોડાનું અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.


ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલથી ભારે પવન સાથે વરસાદ છે. વેરાવળ તાલુકાનાં અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. દેદા, ઉબા, મરૂડા, ચમોડા, ડાભોર, તાતીવેલા, આબલીયાળા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ છે. ભારે વરસાદને કારણે દેવકા નદીમાં નવા નીરની આવક થઈ છે. ખેતરો બન્યા જળબંબાકાર બન્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


વાવાઝોડા પહેલા ભારે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાને ધમરોળ્યા


હવામાન વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડમાં 24 કલાકમાં 8.5 ઈચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 8.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના મેંદરડામાં 7.5 ઈચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ માળીયા હાટીનામાં 7 ઈચથી વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢના કેશોદમાં 6.5 ઈચથી વધુ વરસાદ પડ્યો છે.


વાવાઝોડા પહેલા ક્યાં-ક્યાં પડ્યો વરસાદ






  • સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ

  • વેરાવળમાં 9 ઈંચ વરસાદ

  • મેંદરડામાં 8 ઈંચ વરસાદ

  • માળીયા હાટીમાં 8 ઈંચ વરસાદ

  • કેશોદમાં 7 ઈંચ વરસાદ

  • માંગરોળમાં 6 ઈંચ વરસાદ

  • તાલાલામાં 6 ઈંચ વરસાદ

  • વંથલીમાં પાંચ ઈંચ

  • માણાવદરમાં પાંચ ઈંચ વરસાદ

  • જૂનાગઢમાં ચાર ઈંચ વરસાદ

  • ઉપલેટામાં ત્રણ ઈંચ વરસાદ

  • વિસાવદરમાં ત્રણ ઈંચ વરસાદ

  • ભાણવડમાં ત્રણ ઈંચ વરસાદ

  • કુતિયાણામાં અઢી ઈંચ વરસાદ

  • કોડીનારમાં અઢી ઈંચ વરસાદ

  • પોરબંદરમાં સવા બે ઈંચ વરસાદ

  • જામજોધપુરમાં સવા બે ઈંચ વરસાદ

  • ઉનામાં સવા બે ઈંચ વરસાદ

  • રાણાવાવમાં સવા બે ઈંચ વરસાદ

  • ધોરાજીમાં બે ઈંચ વરસાદ

  • જામનગરમાં દોઢ ઈંચ વરસાદ

  • બગસરામાં દોઢ ઈંચ વરસાદ

  • કલ્યાણપુરમાં દોઢ ઈંચ વરસાદ

  • ખંભાળીયા, કાલાવડમાં એક એક ઈંચ

  • જામખંભાળીયામાં એક ઈંચ

  • ખાંભા, જેતપુરમાં એક એક ઈંચ

  • અમરેલીમાં એક ઈંચ વરસાદ

  • ભેસાણમાં એક ઈંચ વરસાદ

  • લાલપુરમાં એક ઈંચ વરસાદ

  • વડીયામાં એક ઈંચ વરસાદ

  • બાબરામાં એક ઈંચ વરસાદ

  • સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ 

  • ગીર ગઢડામાં પોણો ઈંચ વરસાદ