Gir Somnath : ગીરસોમનાથ જિલ્લામાં પોલીસ જવાનો પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના  તલાલા તાલુકાના હડમતીયા ગામે પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો છે. હડમતીયા ગામે કોર્ટનું પકડ વોરંટ બજાવવા ગયેલ પોલીસ કર્મચારીઓ પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. 


હડમતીયાના  ભરત સોલંકી, લીલાભાઇ સોલંકી, સવજી સોલંકી અને  ભરત સોલંકીની પત્નીએ પોલીસ જવાનો પર તલવારથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. હુમલામાં ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ કૌશિક પંપાણીયા, જી.આર.ડી. જવાન બાબુ વાજાને સારવાર માટે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા છે. 


હડમતીયા ગામે પોલીસ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ વિરુદ્ધ પોલીસે IPC કલમ 307, 332, 333, 324, 307, 353, 504, 144 અને  જી.પી.એકટ 135 મુજબ ગુન્હો નોંધ્યો છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 777 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 777 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 626 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે.  રાજકોટમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે.  રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 626 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. 


રાજ્યમાં આજે નોંધાયેલા નવા 777 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 306  કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 75, મહેસાણા 44, વડોદરા કોર્પોરેશન 43, સુરત 38, પાટણ 33, ગાંધીનગર કોર્પોરેશમાં 26, ગાંધીનગર 22, રાજકોટ કોર્પોરેશનમાં 22, ભાવનગર કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા છે.