ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 777 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 626 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે.  રાજકોટમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે.  રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 626 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. 


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ? 


રાજ્યમાં આજે નોંધાયેલા નવા 777 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 306  કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 75, મહેસાણા 44, વડોદરા કોર્પોરેશન 43, સુરત 38, પાટણ 33, ગાંધીનગર કોર્પોરેશમાં 26, ગાંધીનગર 22, રાજકોટ કોર્પોરેશનમાં 22, ભાવનગર કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા છે. 


રાજ્યમાં અત્યાર સુધીમાં 12, 26, 501 દર્દીઓ સાજા થયા


રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 626 દર્દીઓ સ્વસ્થ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં 12, 26, 501 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને  4632 થયા છે, જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,954 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ  1,79,931 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઈ છે. ફરી રસીકરણ સેન્ટર પર લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાઈન લગાવી રહ્યાં છે. રાજ્યમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં 1 લાખ 79 હજાર 931 લોકોને રસીના ડોઝ અપાયા છે. 


આ પણ વાંચો...... 


દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ


Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા


Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ


India Corona Cases Today: દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ


Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ


GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ