રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં લોખંડનો દરવાજો માથે પડતા બાળકીનું મોત નિપજ્યું છે. 2 વર્ષની બાળકી ઉપર લોખંડનો દરવાજો માથે પડતા મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઉપલેટા પોરબંદર હાઇવે ઉપર મુરખડાના પાટિયા પાસે આવેલ ન્યુ ઉમાં પ્રોડક્સન નામના પ્લાસ્ટિકના ગઠ્ઠાના કારખાનામાં આ બનાવ બન્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મધ્ય પ્રદેશનો પરિવાર મજુરીકામ માટે બહાર જતો હતો તે દરમિયાન બાળકી પાછળ આવતી તેથી તેમના પિતાએ ગેટ ખેંચી બંધ કરવા જતા વજન દાર ગેટ બેરીગમાંથી છટકી નાની બાળકી ઉપર પડ્યો હતો. આમ માતા-પિતાની સામે જ બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો હતો.
ભાવનગરમાં એકસાથે 250 લોકોએ હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો
ભાવનગર: શહેરમાં એક સાથે 250 લોકોએ ધર્મપરિવર્તન કરતા ખળભળાટ મચી ગયો છે. આ તમામ લોકોએ હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. દલિત પરિવારોએ ભાવનગર ખાતે બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી છે. આજે બૌદ્ધ ધર્મ દીક્ષા મહોત્સવ કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કર્યું. થોડા દિવસો પહેલા ધર્મપરિવર્તનની જિલ્લા કલેક્ટરને લેખિત માંગણી કરી હતી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી હોય આ પહેલા પણ ઘણા લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.
બે વર્ષના બાળકને ઉપાડી ગયો દીપડો
છોટાઉદેપુર: બોડેલી તાલુકાના મુલધરની સીમમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું છે. કેળના ખેતરમાં પોતાના પરિવાર સાથે બેઠા હતા તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ખેતરમાં બે વર્ષનું બાળક તેના ભાઈ ખોળામાં રમતું હતું તે દરમિયાન અચાનક ભાઈના ખોળામાં રમી રહેલા બાળકને દીપડો ખેચીને લઈ ગયો. પરિવારના સભ્યોએ બુમા બૂમ કરતા ગામ લોકો દોડી આવ્યા અને બાળકને લઈ ગયેલ દીપડાની શોધખોળ આદરી હતી. ગામ લોકો લાકડીઓ સાથે ખેતરોમાં શોધખોળ કરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો. જોકે, ત્યા સુધીમાં સાહિલ નામનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેસતને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ખેતરોમાં જતા ડરી રહ્યા છે. આ માનવભક્ષી દીપડો વહેલી તકે પકડાઈ તેવી માગ લોકો કરી રહ્યા છે. બાળકના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે.