ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનું સંકટ વધી રહ્યું છે ત્યારે રાજયના પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.  કોરોનાના વધી રહેલા કેસોમાં વિદ્યાર્થીઓનો પણ મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે ત્યારે શહેર વસાહત મહાસંઘે રાજયના શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે, શાળા - કોલેજો તાત્કાલિક ધોરણે બંધ કરી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે,


શહેર વસાહત મહાસંઘનાં પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યની તમામ સ્કૂલો ચાલુ કરી દેવાઈ છે. તેના કારણે  વિદ્યાર્થી  સ્કૂલ વાહનોમાં ખીચોખીચ ભરાઈને આવતા હોય છે. તેના કારણે સરકારી કોવિડ ગાઈડલાઈન પણ જળવાતી નથી એટલે બાળકો સંક્રમિત થવાનો ખતરો વધી ગયો છે. એક વિધાર્થી સંક્રમિત થઈને કલાસમાં વિધાર્થીઓ સાથે બેસે ત્યારે તેની સાથે બેઠેલા હોય એ તમામ વિદ્યાર્થીને કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે. આ કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવાના બદલે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવું જોઈએ.


તેમમે વધુમાં ઉમેર્યું કે, વધતા જતા કેસોને કારણે સ્કુલના બાળકો સંક્રમિત થાય નહિ અને ગયા વર્ષે રાજ્યમાં બેદરકારીને કારણે અનેક નાગરિકોનો ભોગ લેવાયો તેનું પુનરાવર્તન થાય નહિ એટલા માટે રાજ્યની શાળા કોલેજો બંધ રાખવામાં આવે તેવી માંગણી છે. સ્કૂલના બાળકો સંક્રમિત થઈ જીવલેણ રોગનો ભોગ બને નહીં તેની અગમચેતીના ભાગરૂપે પણ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવી જોઈએ.


જો કે રાજ્ય સરકાર સ્કૂલ-કોલેજો બંધ કરવાના મૂડમાં નથી. ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજ્યની અનેક શાળામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને કોરોનાના કેસો નોંધાયા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમવારે જ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સ્કૂલો બંધ કરવા અંગે સ્પષ્ટ જવાબ આપવાના બદલે તેમણે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે પણ ચોકસાઈ રાખવી  જરૂરી છે.


કોરોનાએ કાળો કેર વર્તાવતાં વધુ એક રાજ્યમાં લાગ્યું નાઇટ કર્યું, બીજા શું લાગ્યા નિયંત્રણ



 


પંજાબઃ સમગ્ર દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે એક પછી એક રાજ્ય દ્વારા નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે. હવે પંજાબમાં પણ કોરોના નિયંત્રણ લગાવી દેવામાં આવ્યા છે. પંજાબ સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે બાર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, સ્પામાં 50 ટકાની કેપિસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તમામ સ્ટાફ ફૂલી વેક્સિનેટ રાખવો પડસે. આ ઉપરાંત જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે પંજાબમાં સરકારી ઓફિસોમાં પ્રવેશ ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી બનાવી દેવામાં આવ્યા છે. 


દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે. દેશમાં ઓમિક્રોનના કુલ 1892 કેસ નોંધાયા. જેમાંથી 766 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા.