Godhra: મહિસાગર જિલ્લામાં ફાયર અધિકારી લાંચ લેતા એસીબીની ઝાળમાં સપડાયા છે. પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકની હેડ ઓફિસમાં હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડેલી હતી. જેની એનઓસી રિન્યુ કરવા ગોધરા ઈન્ચાર્જ ફાયર અધિકારી, વર્ગ-2, પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીએ રૂ. 30 હજારની લાંચ માંગી હતી.. જેની મહિસાગર એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.



  • લાંચની માંગણીની રકમઃ રૂ.૩૦,૦૦૦/-

  • લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૩૦,૦૦૦/- 

  • લાંચની રીકવર કરેલ રકમ:  રૂ.૩૦,૦૦૦/-

  • ટ્રેપની તારીખ: તા.૦૯/૦૮/૨૦૨૩

  • ટ્રેપનું સ્થળ: મોજે – એસ.ટી.બસ સ્ટેન્ડ લુણાવાડા


આ કામના ફરિયાદીએ 2021 મા પંચમહાલ  ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ  ઓફીસ  ગોધરા  ખાતે હાઇડ્રન્ટ સીસ્ટમ લગાડેલ જેની  એન.ઓ.સી. રીન્યુ  કરવા માટે પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ  ઓફીસ  ગોધરા  ખાતેથી વર્ક ઓર્ડર મળ્યો હતો. જેથી ફરિયાદીએ  તા.05-04-2023  ના રોજ ગોધરા નગરપાલિકાની વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ એન.ઓ.સી.  રીન્યુ  કરવા  અરજી કરી હતી.  એન.ઓ.સી. રીન્યુ કરવા  માટેની  ભરવાની થતી  ફી રૂ.3500 ભરી હોવા છતાં એન.ઓ.સી. રીન્યુ ન થતા  03-07-2023ના ના રોજ ગોધરા ખાતે વિભાગીય  ફાયર  અધિકારીની  ઓફીસે  જઇ અધિકારીને મળતાં એન.ઓ.સી. આપવા માટે રૂ.3૦,૦૦૦ ની માંગણી કરી હતી. ફરિયાદીએ  રૂ. ૩૦,૦૦૦ ની  સગવડ  થશે ત્યારે આપીશ તેમ કહેતા એન.ઓ.સી.આપવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીએ ફરિયાદીના મિત્રોને આપેલ એન.ઓ.સી. રદ કરવા અંગેની વાતચીત કરતા રૂ.3૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતાં લાંચના રૂ.૩૦,૦૦૦ સ્વીકારતી વખતે રંગેહાથ પકડી લીધા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




ટ્રેપ કરનાર અધિકારી


 એમ.એમ.તેજોત,પો.ઈન્સ.


મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.


સુપરવિઝન અધિકારી


બી.એમ.પટેલ


મદદનીશ નિયામક, એ.સી.બી.


પંચમહાલ એકમ ગોધરા


સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. જો કે કાયદાની છટકબારીનો લાભ લઈને અંદાજે 69 ટકા આરોપીઓ નિર્દોષ જાહેર થાય છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા એક સપ્તાહમાં ACBએ કરેલી કાર્યવાહી પરથી જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ACBએ છેલ્લા એક સપ્તાહમાં પોલીસ, ઉપસરપંચ, મામલતદાર, પોલીસના વહિવટદાર અને ફાયર વિભાગના અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ACBના હાથે 9 લાંચિયાઓ ઝડપાયા છે.


આ પણ વાંચોઃ


Amreli: બાબરાના ધરાઈ ગામના ઉપસરપંચ લાંચ લેતા બોટાદ ACBના છટકામાં ઝડપાયો