ટ્રેન્ડિંગ





ગોધરામાં વિચિત્ર ઘટના: 72 વર્ષના વૃદ્ધના પ્રાઇવેટ પાર્ટમાં કોઈએ ઢાંકણું ફસાવી દીધું, હોસ્પિટલ લઈ જતા...
ગંભીર ઇજા બાદ હોસ્પિટલમાં ખસેડાયા, અડધો કલાકની જહેમત બાદ ઢાંકણ બહાર કઢાયું, અજાણ્યા લોકો દ્વારા કૃત્ય કરાયાનો વૃદ્ધનો આક્ષેપ.

Godhra strange incident: ગોધરા તાલુકાના એક ગામમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે. અહીં 72 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટ્સ (લિંગ) ના ભાગે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણ ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે વૃદ્ધ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં હાજર તબીબોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લગભગ અડધો કલાકની ભારે જહેમત બાદ તબીબો વૃદ્ધના પ્રાઇવેટ પાર્ટ્સમાં ફસાયેલું પ્લાસ્ટિકનું ઢાંકણ બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.
આ ઘટના અંગે વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ એક ખાનગી કંપનીમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. બનાવ બન્યો ત્યારે તેઓ કંપનીની ઓરડીમાં એકલા હતા. આ દરમિયાન કોઈક અજાણી બે વ્યક્તિઓએ તેમની સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે, આ દાવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
આ વિચિત્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ, એક વૃદ્ધ વ્યક્તિ સાથે આ પ્રકારનું કૃત્ય કોણે અને શા માટે કર્યું તે એક મોટો પ્રશ્ન છે. હાલમાં વૃદ્ધ વ્યક્તિની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી શકે છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં આશ્ચર્ય અને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે.