Gondal Chokadi Bridge open:સૌરાષ્ટ્રવાસીઓને આજે ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોંડલ ચોકડી બ્રીજ ખુલ્લો મૂકાશે. સ્કિનલેન આ બ્રિજનું છેલ્લા 4 વર્ષથી કામ ચાલતું હતું.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા ગોંડલ ચોકડી બ્રિજ પર થતી હતી. સમસ્યાને ધ્યાનમાં રાખીને 12 મીટરનો અતિ આધુનિક બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજ નું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી પણ વાહનચાલકો આ નિર્માણ કામગીરીના કારણે પણ ખૂબ હાલાકી ભોગવી રહ્યાં હતા પરંતુ આજે સૌરાષ્ટ્રવાસીની મુશ્કેલીનો અંત આવી જશે. આજે સાંજે ભૂપેન્દ્ર પટેલ આ બ્રીજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ ના નિર્માણ કાર્યથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે..નેશનલ હાઇવે ઓથોરટીના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રાજકોટ સીટી માત્ર પણ ટ્રાયંગલ બનાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજકોટ જેતપુર માટે સિક્સલેન લઈને કામગીરી પૂરજોશમાં કરવામાં આવશે.જકોટ શહેરના ગોંડલ ચોકડી વિસ્તાર જૂનાગઢ તરફથી રાજકોટનો મુખ્ય પ્રવેશદ્વાર પણ માનવામાં આવે છે. તેમજ રાજકોટના લોકોને જૂનાગઢ તેમજ અમદાવાદ જવા માટે આ હાઈવે શહેરને જોડતો હોવાથી વાહનચાલકોને રાહત મળશે.
શું છે બ્રિજની વિશેષતા
- અતિ આધુનિક પદ્ધતિથી બારસો મીટરનો આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો
- એક પિલર પર બનાવવામાં આવેલો આ બ્રિજ રાજ્યનો પ્રથમ બ્રિજ
- આધુનિક ટેકનોલોજીથી આ બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું
- આ સિક્સલેન બ્રિજ આશરે 89.29 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે.
- આ બ્રિજને ઉભો કરવા માટે 45 મીટરના 12 ગડર મૂકવામાં આવ્યા છે.
- 30 મીટરના 20 ગડર દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- બ્રિજનું નિર્માણ કાર્ય નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા કરવામાં આવ્યું છે.
આ બ્રીજ ખુલ્લો મૂકાતા રાજકોટ,જુનાગઢ, પોરબંદર,અમરેલી, શાપર વેરાવળ ગોંડલ,ધોરાજી અને જેતપુર સહિતના જિલ્લાઓ અને તાલુકાઓને ફાયદો થશે.સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકો જેવો રાજકોટ આવી રહ્યા છે તેમને અને રાજકોટથી જે અમદાવાદ તરફ જઈ રહ્યા છે તેમને પણ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે. આજે સાંજે 5:00 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના મંત્રીઓ ધારાસભ્યો અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તથા જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બ્રિજના નવનિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બ્રીજના કારણે સૌરાષ્ટ્રના ગામડેથી રાજકોટ શાપર અપડાઉન કરતાં લોકોને પણ મોટી રાહત મળશે,