By Election:અરવિંદ કેજરીવાલે આજે વિસાવદરમાં સભાને સંબોધતાં ભાજપ પર આકરા પ્રહાર કર્યં હતા. અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપને આડેહાથ લેતા જનમતનું અપમાન કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપના ગઢ ગણાતા એવા ગુજરાતમાં વિસાવદરની જનતાએ ભાજરપને નકારી છે, છેલ્લા 18 વર્ષથી ભાજપ અહીં હારી છે જો કે ભાજપે લોકોના મતનો અનાદાર કરીને કોંગ્રેસના હર્ષરબડિયાને તોડીને તેને પૈસાથી ખરીદીને તેની પાર્ટીમાં સામેલ કરી દીધા. પછી 2022માં જનતાએ આમઆદમી પાર્ટીના ભૂપત ભાયાણીને જીતાડ્યાં તો તેમને પણ પૈસાથી ખરીદી પોતાની પાર્ટીમાં સામેલ કર્યો, તો આવખતે સૌથી વધુ મોટા હિરાને મેદાન ઉતાર્યા છે. ગોપાલને ઇટાલિયાને તોડી બતાવો તો હું રાજનિતી છોડી દઇશ,.આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોગ્રેસને પર પણ આકરા પ્રહાર કરીને ગોપાલ ઇટાલિટાને જીતાડવા માટે જનતાને અપીલ કરી હતી. કહ્યું હતું “કે આ વખતે એક મજબૂત ચહેરો મેદાને ઉતાર્યો છે જે લોકોનો અવાજ બનશે.” આપને ભૂપતભાઇને તેની પાર્ટીમાં સામેલ કરી દીધા
વિઘાનસભાની ખાલી પડેલી વિસાવદરની બેઠક પર AAPએ ગોપાલ ઇટાલિયાને મેદાન ઉતાર્યાં છે. આજે ગોપાલ ઇટાલિયાએ વિશાળ રોડ શો અને જનસભા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ અવસરે આમ આદમી પાર્ટીના ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, સંયોજક કેજરીવાલ, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ ઉપસ્થિતિ રહ્યાં હતા અને રોડ-શોમાં જોડાયા હતા. ઇટાલિટાની સાથે કેજરીવાલે પણ સંબોધન કરતા ભાજપ પર આકારાપ્રહાર કર્યો હતા અને વિસાવદરના જનમતનું અપમાન કર્યોનો પણ આરોપ લગાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે,ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે.