MLA Oath:ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. આ બંને ધારાસભ્યો બુધવારે (16 જુલાઈ) શપથવિધિ આજે નક્કી કરાઇ હતી. ગોપાલ ઇટાલિયા આજે 11 વાગ્યે સમર્થકોની ઉપસ્થિતિમાં શપથ લીધા હતા.વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ યોજાઇ હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યાં હતા.
વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધિ યોજાઇ હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યાં હતા. આ અવસરે ઈસુદાન ગઢવી AAPના ધારાસભ્યો અને ગોપાલ ઈટાલિયાના સમર્થકો અને મહામંત્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, ગોપાલ ઈટાલિયા આજે માનભેર સચિવાલયમાં કર્યો હતો, ગોપાલ ઈટાલિયા પર અત્યાર સુધી સચિવાલયમાં પ્રવેશબંધી હતી. તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકતા તેમની સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંઘ હતો. ઉલ્લેખનિય છે. કે, ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાક સમયથી ચેલેન્જની રાજનિતીને લઇને ચર્ચામાં હતા. તેઓ મોરબીના ધારાસભ્ય કાંત અમૃતિયાએ આપેલી ચેલેન્જને પડકરાતા જોવા મળ્યાં હતા. કાંતિ અમૃતિયાએ મોરબીથી વિધાનસભાની ચૂંટણી જીતી બતાવવાની ચેલેન્જ આપી હતી અને બંનેએ આ ચેલેન્જે સામેસામી સ્વીકારી હતી. બંને ધારાસભ્ય પદથી રાજીનામુ આપીને ફરી મોરબી ચૂટણી સામે સામે લડવાની ચેલેન્જ કરી હતી કાંતિ અમૃતિયા આ માટે વિધાસભા સમર્થકો સાથે પહોંત્યા હતા જો કે ગોપાલ ઇટાલિયા ન પહોંચતા નાટકિચ ઘટનાનો અંત આવ્યો હતો. ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા બાદ સતત ચર્ચામાં રહ્યાં છે. ચૂંટણી જીત્યા બાદ તેઓ જ્યારે રાજપીપળા કોર્ટમાં એડવોકેટ તરીકે તેમના અસીલ ચૈતર વસાવાના કેસમાં હાજર રહેવા માટે કોર્ટમાં પ્રવેશતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા, આ મુદ્દે પણ તેમણે પોલીસ અને સરકારની તાનાશાહી સામે કાયદાનો હવાલો દઇને ઘટનાને વિરોધ કર્યો હતો.
શપથ લીધા બાદ ગોપલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ રૂબરૂ થતાં ગુજરાતના રાજકારણમાં આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આ ગુજરાતના રાજકારણ અને ગુજરાતના ઇતિહાસ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે આ ક્ષણે કેશુભાઇ પટેલને પણ યાદ કર્યાં હતા.
ઉલ્લેખનિય છે કે, 19 જૂને કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાઇ હતી. વિસાવરદથી આપના નેતા ગોપાલ ઇટાલિયાનો અને કડીથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા.રાજેન્દ્ર ચાવડા બપોરે 12.30 વાગ્યે ધારાભ્ય પદે શપથ લેશે,