ડાંગ: ડાંગ જિલ્લાના કાલીબેલ નજીક સરકારી એસટી આહવા- અમદાવાદ બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ અને બાઈકનો ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક પર પાછળ બેસેલા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
એસ.ટી બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બસે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક પર સવાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઈક પર પાછળ બેસેલા યુવાનને માથાના ભાગે ગંભીર રીતે ઈજાઓ થવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. એક બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમા સારવાર હેઠળ ખસેડાયો છે. વઘઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામા આવી હતી.
Gujarat Weather: આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે શું કરી આગાહી ? જાણો વિગત
આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી ચાર દિવસ વરસાદ રહેશે. થેડર સ્ટ્રોર્મ લાઈટનિંગ સાથે વરસાદ પડશે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહીં થાય. રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે. કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.
સાવલીપંથક સહિત રાજ્યમાં ખેડૂતો ને બે દિવસ થી કુદરતી આફત માવઠા નો માહોલ હતો અને અનેક ઉનાળુ પાકમાં અસર જોવા મળીછે જ્યારે સાવલી ની સીમ ના તમાકુ ના ખેતરમાં નર્મદા સિંચાઈ યોજના સંચાલિત ભૂગર્ભ પાણી ની લાઇન માં લીકેજ ના કારણે પાણી ફરીવળતાં ખેડૂત ને રાતાંપાણી એ ન્હાવા નો વારો આવ્યો
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં પવન વીજળીના કડાકાભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો છે અને અનેક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા છે, જેની અસર જનજીવન સહિત ખાસ કરીને ઉનાળુ પાકની ખેતી કરતાં ખેડૂતોમાં જોવા મળી રહી છે.
પોરબંદરના બરડા પંથકમાં આજે ફરી કમોસમી વરસાદ પડ્યો. બપોરના ત્રણ વાગ્યાની આસ પાસ સીમર ગામ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં પડેલા શિયાળુ પાક,પશુઓના ઘાસચારા અને ઉનાળુ પાકને નુકશાન થયું છે.
કચ્છમાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ છે. નખત્રાણા-લખપત તાલુકાને જોડતા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નેત્રા, માતાનામઢ,નખત્રાણા,રવાપર, દેશલપર, સહિત વિસ્તારમાં વરસાદ છે. વીજળીના કડકા -ભડાકા સાથે વરસાદી માહોલ છે. સતત પડી રહેલા કમોસમી વરસાદથી કેરીના પાકને પણ નુકશાનની ભીતિ છે.