મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ટેસ્ટ બાદ પ્રવેશ આપવા સરકારની વિચારણા છે. હાઈપાવર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.
મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ કોરોના ટેસ્ટ બાદ જ અન્ય રાજ્યમાંથી આવતા લોકોને પ્રવેશ આપવા અંગે વિચારણા કરી શકે છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોને લઇને રાજ્ય સરકાર ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટીવના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવાય તેવી શક્યતા છે.