Guidelines For Schools: કાળઝાળ ગરમીના કારણે સ્કૂલો સવારે 6થી 11 સુધી ચલાવવા અને ખુલ્લામાં વર્ગો ન યોજવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ ગરમી અને હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરવવા તમામ ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે. ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6થી 11 સુધી કરવાનું રહેશે. તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એયર વર્ગો ન યોજવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓને હિટવેવ અને તેનાથી થતી અસરો તથા તેનાથી બચાવાના ઉપયો વિશે સમજાણ આપવામાં આવે છે.


હાલમાં મોટાભાગની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી જ્યારે સીબીએસઈ બોર્ડમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે અને શાળા રાબેતા મુજબ ચાલી રહી છે. ત્યારે હિટવેવને ધ્યાનમાં રાખતા સ્કૂલો સવારે 6થી 11 સુધી ચલાવવા માટે તમામ ડીઈઓને પરિપત્ર કરવામાં આવ્યો છે. કમિશ્નર ઓફ સ્કૂલ દ્વારા તમામ ડીઈઓને જાણ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને હિટવેવ, તેની અસર, તેનાથી બચાવની વિગતો જણાવવામાં આવે. સાથે ખુલ્લામાં શાળાના વર્ગો ન ચલાવવા પણ કહેવામાં આવ્યું છે. આગામી સમયમાં આકરમી ગરમી પડશે ત્યારે હિટવેવથી બચાવ અને રાહતના આગોતરા પગલા લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.


નોંધનીય છે કે, સરકાર દ્વારા હિટવેવ એક્શન પ્લાન 2024 તૈયાર કરવામાં આવ્યો છે. જે અનુસાર કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. આ માટે તમામ ડીઈઓએ તેમના તાબા હેઠળની સ્કૂલોને આ સંદર્ભે સચેત કરીને તકેદારીના પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.


હિટવેવની આગાહી


ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે પશ્ચિમ બંગાળ, કોંકણ, ગોવા, તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા, કોસ્ટલ કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન રહેશે. આ દરમિયાન કેટલીક જગ્યાએ તાપમાન 40 થી 45 ડિગ્રીની વચ્ચે રહેશે.


IMDએ કહ્યું છે કે ગંગાના પશ્ચિમ બંગાળ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં ગરમીનું મોજું આવવાનું છે. ગંગાના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રાત્રિ દરમિયાન પણ ભારે ગરમી પડવાની સંભાવના છે. બિહારના ઘણા જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ છે, જ્યારે પૂર્વ યુપીમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે.