ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતો(Gujarat Gram Panchayat)ની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. પંચાયતોના જાહેર થયેલા પરિણામોમાં કેટલી ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવી રહ્યા છે. આ એવા પરિણામો છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. 


વાપીના છરવાડા ગામે  પત્નીએ પણ વોટ ના આપતા ઉમેદવાર હિબકે હિબકે રડી પડ્યો હતો.  ચૂંટણી પરિણામના કેટલાક કિસ્સા ઉમેદવારોનું ગૌરવ વધારનારા તો કેટલાક કિસ્સા ઉમેદવારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેતા હોય છે.  આ પરિણામોમાં એક સૌથી અજીબોગરીબ કિસ્સો વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતનો સામે આવ્યો છે. વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. 


છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર. 5 માં સભ્ય તરીકે સંતોષ  હળપતિ નામના ઉમેદવારે ઉમેદવારી કરી હતી. સંતોષના  પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાંથી નીકળેલા મતમાં માત્ર એક જ મળ્યો છે. 


સરપંચ બનવા મેદાનમાં ઉતરેલી સુપર મોડલ એશ્રા પટેલની ચૂંટણીમાં હાર થઈ કે જીત



છોટા ઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતમાં મુંબઈની મોડલ એશ્રા પટેલની હાર થઈ છે.  જ્યોતિબેન સોલંકી સામે એશ્રાબેન પટેલની હાર થઈ છે. છોટા ઉદેપુરની કાવિઠા ગ્રામ પંચાયત પહેલાથી જ ખૂબ જ ચર્ચામાં હતી. આ બેઠક પરથી મુંબઈની મોડલ એશ્રા પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે આ ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં હતી. 



ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતો(Gujarat Gram Panchayat)ની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. 



ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવાર મતદાન થયું હતું. સૌની નજર મુંબઇની મોડલ એશ્રા પટેલનું શું થાય છે તેના પર મંડાયેલી હતી.. એશ્રા પટેલે  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમા એશ્રા પટેલની હાર થઈ  છે.