​GSEB 12th Science Result 2023 Live Updates: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સેપ પરથી પણ જાણી શકશે. આ માટે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકાશે.

gujarati.abplive.com Last Updated: 02 May 2023 09:16 AM
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું. 61 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 1523 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળ્યો હતો. એ- ગ્રુપનું 72.27 ટકા, બી- ગ્રુપનું 61.71 ટકા, એબી ગ્રુપનું 58.62 ટકા પરિણામ આવ્યું હતું. અમદાવાદ શહેરનું 65.62 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 69.92 ટકા, અમરેલી જિલ્લાનું 67.91 ટકા, પરિણામ આવ્યું હતું

દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે જ્યારે હળવદ કેન્દ્રનું 98 ટકાથી વધુ પરિણામ આવ્યું હતું. લીમખેડા કેન્દ્ર છેલ્લા ક્રમે રહ્યું હતું.

મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 72 હજાર 166 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું 65.32 ટકા પરિણામ આવ્યું હતું.

આ રીતે ચેક કરો પરિણામ

સ્ટેપ- 1: પરિણામ તપાસવા માટે વિદ્યાર્થીઓ પહેલા સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ.


સ્ટેપ-2 : તે પછી વિદ્યાર્થી હોમ પેજ પર GSEB પરિણામ લિંક પર ક્લિક કરો.


સ્ટેપ- 3: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.


સ્ટેપ-4: આ પેજ પર વિદ્યાર્થીઓ તેમનો રોલ નંબર અને અન્ય વિગતો દાખલ કરો.


સ્ટેપ-5: હવે વિદ્યાર્થીનું 12માનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.


સ્ટેપ-6: હવે વિદ્યાર્થીઓ આ પેજ ડાઉનલોડ કરો.


સ્ટેપ-7: અંતે વિદ્યાર્થીઓ આ પેજની પ્રિન્ટ આઉટ લઇ લો.


 

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે. સવારે 9 કલાકથી બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે. ધોરણ 12 સાયન્સની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સેપ પરથી પણ જાણી શકશે. આ માટે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકાશે.


નોંધનીય છે કે, ગુજરાતમાં 14 માર્ચ, 2023થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી. 


ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ છે. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે.


ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે, એટલે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.


ગુજકેટની પરીક્ષા એપ્રિલમાં લેવાઈ હતી


ગુજકેટની પરીક્ષાની તારીખ 3 એપ્રિલ 2023ના રોજ યોજાઈ હતી. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા લેવાઈ હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.