Gujarat Board Class 12 Result Live: ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહનું 93.7 ટકા તો વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા
Gseb Hsc Result 2025: આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું
gujarati.abplive.com Last Updated: 05 May 2025 12:18 PM
બ્રેકગ્રાઉન્ડ
Gseb Hsc Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે...More
Gseb Hsc Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 5 મે એટલે કે આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમની પરીક્ષાનું પરિણામ તા.05/05/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. આ પહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવી હોવાથી પરિણામ પણ વહેલા જાહેર થવાની શક્યતા છે. આ માટે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, ત્યારે આગામી મે મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થવાની શક્યતા છે.'પરિણામ ઓનલાઇન ક્યાં જોવા મળશેધોરણ 12 સાયન્સના પરીક્ષા પરિણામ ઓનલાઇન જોવા મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જાહેર થયા બાદ અહીં ઓનલાઇન જાણી શકાય છે. વિદ્યાર્થીઓ તેમનો બેઠક કમાંક દાખલ કરીને પરીક્ષાનું પરિણામ જોઇ શકે છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. આજે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો
બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો. પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અસફળ થનારા વિદ્યાર્થીઓને એક મહિના પછી ફરીથી પરીક્ષાનો ચાન્સ મળશે. તેથી હતાશ ન થવા અપીલ કરી હતી.