ગુજરાતમાં કોરોના સંકટ પહેલા જ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હીત ત્યારે હવે આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું છે. આવતીકાલે સવારે 8.00 કલાકે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જોઈ શકાશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના સંકટને કારણે ધોરણ-10, 12ની બોર્ડની એક્ઝામ બાદ પણ રિઝલ્ટ ક્યારે આવશે તે વિશે અવઢવ હતી ત્યારે વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીશ્રમનું પરિણામ આવતીકાલે આવી જશે. આ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.