અમદાવાદઃ એસટી બસને લઈને જીએસઆરટીસીએ મહત્વનો નિર્ણય લીધો છે. એસટી બસ હવે પોતાના પંપ પર નહિ પણ ડેપો પાસેના પંપે ડીઝલ પુરાવશે. એસટી નિગમ અને ઓઇલ કંપની સાથે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. બલ્ક ઇન્ડેડ ડીઝલમાં ૨૧ રૂપિયા ભાવ પર નિર્ણય લેવાયો છે. ૨૨ રૂપિયા વધતા ૧૧૦ રૂપિયે ભાવે પડતું ડીઝલ હતું. જ્યારે બહારના પમ્પે ઓછા ભાવે ડીઝલ મળી રહ્યું છે.


બહાર ડીઝલ પુરાવાના નિર્ણય સાથે બલ્ક ઇન્ડેડ ડીઝલની ડિમાન્ડ એસટી નિગમ નહિ કરે. દરરોજ ૬ લાખ લીટર ડીઝલની ખપત સામે ૨૧ રૂપિયા ભાવ વધતા ૧ કરોડ ઉપરનું વધુ ભારણ વધ્યું હતું. બહારના પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવતા ૧ કરોડ ઉપર રકમ એસટી નીગમની બચશે. બહાર પેટ્રોલ પમ્પ પર ડીઝલ પુરાવાને લઈને એસટી ડેપો પાસેના પેટ્રોલ પમ્પ પાસે ટેન્ડર મંગાવ્યા. ડિસ્કાઉન્ટ સહિત ફાયદો કરનારની ટેન્ડરિંગ પ્રક્રિયામાં પસંદગી કરાશે.


અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, સવારમાં થયો ડબલ ઋતુનો અનુભવ
અમદાવાદઃ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે ડબલ ઋતુનો અનુભવ થયો હતો. ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણ બદલાયું છે. અમદાવાદનું વાતાવરણ વાદળછાયું બન્યું. વાતાવરણ બદલાતા ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ ઉપરાંત દાહોદ, નવસારી અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણના કારણે વતાવરણમાં ઠંડક છે. ખેડૂતોમાં ચિંતા સેવાઈ.


નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણય વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા.  કેરી, ચીકુ અને શાકભાજી ના પાક ને વાદળછાયા વાતાવરણથી નુકસાન થવાની ભીતિ.



મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સર્જાયુ વાદળછાયું વાતાવરણ. આકાશમાં વાદળ ઘેરાતા જગતનો તાત ચિંતિત. વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા. કમોસમી વરસાદ થાય તો ઘઉં,ચણા,મગ સહિત અન્ય પાકને નુકસાની ભીતિ.