હાલ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે જ્યાં જુઓ ત્યાં કોરોના વાયરસની ચર્ચાઓ ચાલી છે ત્યારે કોરોના વાયરસે ભારતમાં પગપેસારો કરી દીધો છે જેને લઈને કેન્દ્ર સરકાર પુરીપુરી એક્ટિવ થઈ ગઈ છે. તો કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ તેની પર એક નજર કરીએ....
કોરોના વાયરસના લક્ષણો
- તાવ આવવો
- છીંક આવવી
- શરીર દુખવું
- ખાંસી અને ગળામાં ખારાશ
- માથું દુખવું
- શ્વાસ લેવામાં તકલીફ
કોરોના વાયરસથી બેચવા શું કરવું જોઈએ?
- હાથ વારંવાર સાબૂ અને પાણીથી ધોવા.
- છીંક અને ખાંસી આવતાં સમયે તમારું નાક અને મ્હોં રૂમાલથી અથવા ટીસ્યૂથી ઢાંકવું.
- સંપૂર્ણપણે રાંધેલા માંસ અને ઈંડા ખાવા અને પાણી ખૂબ પ્રમાણમાં પીવું.
- શરદી અથવા ફ્લુ જેવા લક્ષણોવાળા વ્યક્તિનો સંપર્ક ટાળવો અથવા 1 મીટર અંતર રાખવું.
કોરોના વાયરસથી બચવા શું ના કરવું જોઈએ?
- જો તમે બિમારી હોવ તો ભીડવાળી જગ્યાએ જવું નહીં
- માંદગી દરમિયાન આંખ, નાક અને મ્હોંને સ્પર્શ કરવું નહીં
- જંગલી અને ખેતરના પ્રાણીઓ સાથેના અસુરક્ષિત સંપર્ક કરવો નહીં
- જાહેર જગ્યાએ થૂંકવું જોઈએ નહીં
કોરોના વાયરસથી સાવધાન! આ વાયરસથી બચવા શું કરવું જોઈએ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Mar 2020 10:39 AM (IST)
હાલ કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે જ્યાં જુઓ ત્યાં કોરોના વાયરસની ચર્ચાઓ ચાલી છે. કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ તેની પર એક નજર કરીએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -