અમરેલીઃ અમરેલીમાં દીપડાના માનવી પર હુમલા બાદ સિંહના હુમલાની ઘટના બની છે. ધારી ગીર પૂર્વના ખજૂરી નેસના માલધારી પર સિંહે હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયા હતા. સિંહે માલધારીને હાથ અને પગના ભાગે ઈજા કરી હતી.


મળતી માહિતી પ્રમાણે, ખજૂરી નેસના માલધારી બીજલ ભીખાભાઈ આહીર જંગલમાં પશુઓ ચરાવી રહ્યા હતા ત્યારે શિકાર માટે સિંહ આવી ચડ્યો હતો. સિંહે ભેંસ પર હુમલો કરતાં માલધારી ભેંસને બચાવવા સિંહ પર તૂટી પડ્યો હતો. જેને લઈ સિંહે માલધારી પર હુમલો કર્યો હતો.

સિંહના હુમલામાં માલધારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. સિંહે માલધારીને હાથ અને પગના ભાગે ઈજા કરી હતી. ઘાયલ માલધારીને સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સિંહના હુમલાથી માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, આ તારીખે પડશે વરસાદ

જસપ્રીત બુમરાહની ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10 બોલર્સમાં વાપસી, જાણો કેટલામાં નંબરે પહોંચ્યો

કોરોના વાયરસને લઈ સરકારે લીધો મોટો ફેંસલો, પેરાસિટામોલ સહિત અનેક દવાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ