Coronavirus: આજે 1442 દર્દીઓ સ્વસ્થ થયા, રિકવરી રેટ 87 ટકાથી વધારે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Oct 2020 09:10 PM (IST)
રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3577 પર પહોંચ્યો છે.
ગાંધીનગર: આજે રાજ્યમાં 1169 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3577 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1442 દર્દી સાજા થયા હતા. આજે 50,979 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 50,63,684 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.55 ટકા છે. રાજ્યમાં હાલ 14,436 એક્ટિવ કેસ છે, જ્યારે 1,33,752 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,358 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,52,765 પર પહોંચી છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 મળી કુલ 8 લોકોના મોત થયા હતા.