ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.  આજે રાજ્યમાં 1169 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3577 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,436  એક્ટિવ કેસ છે, જ્યારે 1,33,752 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,358 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,52,765 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 મળી કુલ 8 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 166, રાજકોટ કોર્પોરેશનમાં 84, વડોદરા કોર્પોરેશનમાં 87, સુરતમાં 83, જામનગર કોર્પોરેશનમાં 64, વડોદરામાં 41, રાડકોટમાં 28,, જામનગર અને મહેસાણામાં 25-25, કચ્છ અને પંચમહાલમાં 24-24, અમેરલી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં 21-21, મોરબીમાં 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1442 દર્દી સાજા થયા હતા અને 50,979  ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 50,63,684  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.55 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,88,806 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,88,407 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 399 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.