ABP-CVoter Opinion Poll:  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્ય આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.


ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ પણ 8 ડિસેમ્બરે જ આવશે. હાલમાં બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. 


આ સમયે ક્યો મુદ્દો સૌથી મહત્વનો છે?


બેરોજગારી= 37.5%
વીજળી/ પાણી/રોડ= 18.2 %
કોરોના સમયે સરકારની કામગીરી= 4.2%
ખેડૂતોના પ્રશ્નો= 13.0%
કાયદો અને વ્યવસ્થા= 2.8%
સરકારી કામમાં ભ્રષ્ટાચાર= 4.5%
રાષ્ટ્રીય મુદ્દા= 2.3%
મોંઘવારી= 4.3%
બીજા મુદ્દા= 13.4%
ટોટલ= 100%


વર્તમાન ગુજરાત સરકારની કામગીરીને કેટલા ટકા આપશો?


સારી= 46.9%
સરેરાશ= 22.6%
ખરાબ= 30.5%
ટોટલ= 100%


મુખ્યમંત્રીની કામગીરીને કેટલા ટકા આપશો?


સારી= 46.1%
સરેરાશ= 26.8%
ખરાબ= 27.1%
ટોટલ= 100%


પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?


સારી= 65.3%
સરેરાશ= 14.6%
ખરાબ= 20.1%
ટોટલ= 100%



નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી


કોંગ્રેસના ક્યા ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક


ભાવનગર ગ્રામ્ય વિધાનસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો છે. એટેક આવતા રેવતસિંહ ગોહિલને હાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારને હાર્ટ એટેક આવતા સમર્થકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવાર પરષોત્તમ સોલંકી સામે આ ચૂંટણીમાં એમની ફાઈટ છે.  રૈવતસિંહ વ્યસ્ત ગઈ કાલ રાત સુધી સભાઓ અને રેલીમાં દોડધામ કરતા હતા. અચાનક હાર્ટ એટેક આવતા ગ્રામ્ય કોંગ્રેસના સમર્થકો ચિંતામાં મુકાયા છે.


 ભાજપના કયા દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં


ગુજરાત ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા. થોડા સમય પહેલા તેમણે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી, ત્યારથી તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો થઈ રહી હતી. જયનારાયણ વ્યાસ સિદ્ધપુરથી ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, તેમનો પુત્ર સમીર વ્યાસ પણ કોંગ્રેસમાં સામેલ થયો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મલ્લિકાજુર્ન ખડગેએ કહ્યું,  હિન્દુસ્તાન ના ખૂણા ખૂણા માં અમારા કાર્યકર્તા બેઠેલા છે, ગુજરાતની જનતા ઇન્ટેલિજન્ટ છે, સૌથી વધુ સ્કીલ ગુજરાતમાં છે, બિઝનેસમાં, સાયન્સ ટેકનોલોજીમાં તમામમાં છવાયેલા છે.