Gujarat ABP-CVoter Opinion Poll: ગુજરાતમાં ત્રિશંકુ વિધાનસભા બનશે કે પછી ભાજપ બનાવશે સરકાર ?
ABP-CVoter Opinion Poll: ઘણા સર્વેક્ષણોમાં સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.

ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્ય આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.

ટ્રેન્ડિંગ
ચૂંટણીમાં કયા પરિબળો અસરકારક રહેશે
- ધાર્મિક ધ્રુવીકરણ – 17.9 ટકા
- રાષ્ટ્રવાદ – રાષ્ટ્રીય સુરક્ષા - 29.6 ટકા
- પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ – 17 ટકા
- રાજ્ય સરકારની કામગીરી 15.8 ટકા
- આમ આદમી પાર્ટીની એન્ટ્રી 15.9 ટકા
- અન્ય પરિબળો 3.8
શું તમે બીજેપીની આગેવાની હેઠળની રાજ્ય સરકારથી નારાજ છો અને તમે તેને બદલવા માંગો છો?
- નારાજ છીએ અને સરકાર બદલવા માંગીએ છીએ - 43.3ટકા
- નારાજ છીએ પણ સરકાર બદલવા નથી માંગતા – 34.8 ટકા
- નારાજ નથી અને સરકાર નથી બદલવા માંગતા – 21. 9 ટકા
ચૂંટણીમાં તમે કોને મત આપશો
- ભાજપ- 54.5 ટકા
- કોંગ્રેસ- 22.4 ટકા
- આપ – 15.2 ટકા
- અન્ય 2.9 ટકા
- કહી ન શકાય – 3.4 ટકા
જાણો PM મોદીની કામગીરીથી કેટલા ટકા ખુશ છે ગુજરાતના મતદારો?
ભલે ગુજરાતમાં ચૂંટણી વિધાનસભાની હોય પરંતુ ચહેરો તો પીએમ મોદી જ છે. ભારતીય જનતા પાર્ટી પણ પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડી રહી છે. આમ પણ ગુજરાત પીએમ મોદીનું હોમ ટાઉન છે અને તેઓએ વર્ષો સુધી ગુજરાતમાં સીએમ તરીકે રહ્યા હતા. તો હવે આપણે એ જાણીશું કે પીએમ મોદીના કાર્યકાળને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે. ABP-CVoter દ્વારા એક ઓપિનિયન પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના મતદારો પીએમ મોદીને કેટલા ટકા આપ્યા તે જોઈશું.
પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?
- સારી= 65.3%
- સરેરાશ= 14.6%
- ખરાબ= 20.1%
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જ આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.
નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી