જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટીની પણ રચના કરી છે.
સરકારે બજેટમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈ કરી છે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકાસ તો થશે જ. સાથે કેવડિયામાં કમલમ ફ્રૂટને પ્રોત્સાહન આપીને આદિવાસી ખેડૂતોના વિકાસનો માર્ગ પણ ખોલ્યો છે.