વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં 58.14 ટકા મતદાન, સૌથી વધારે ડાંગમાં

આ પેટાચૂંટણીમાં કુલ 18 લાખ 95 હજાર 32 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને 81 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Nov 2020 08:48 PM
વિધાનસભાની આઠ બેઠકની પેટા ચૂંટણીમાં 58.14 ટકા મતદાન થયું છે.સૌથી વધારે ડાંગમાં 74.71 ટકા તો સૌથી ઓછું ધારી બેઠક પર 42.18 ટકા મતદાન.

બ્રેકગ્રાઉન્ડ

કોરોના કાળ વચ્ચે પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

આ પેટાચૂંટણીમાં કુલ 18 લાખ 95 હજાર 32 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને 81 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે. આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં 9 લાખ 69 હજાર 834 પુરૂષો અને 9 લાખ 5 હજાર 170 સ્ત્રીઓ મતદાનમાં ભાગ લેશે. 1 હજાર 807 મતદાન મથકો પર તૈયાર કરાયેલા 3 હજાર 24 મતદાન મથક પર મતદાન યોજાશે. તો તમામ બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

અબડાસા બેઠક ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કૉંગ્રેસના શાંતિલાલ સેંઘાણી વચ્ચે જંગ છે. તો મોરબી બેઠક પર ભાજપના બ્રિજેશ મેરજા અને કૉંગ્રેસના જ્યંતિભાઈ પટેલ વચ્ચે જંગ છે. ધારી બેઠક પર ભાજપના જે.વી કાકડિયા અને કૉંગ્રેસના સુરેશ કોટડિયા તો ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમાર અને કૉંગ્રેસના મોહનલાલ સોલંકી વચ્ચે જંગ છે. કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલ અને કૉંગ્રેસના કિરીટસિંહ જાડેજા તો કપરાડા બેઠક પર ભાજપના જીતુ ચૌધરી અને કૉંગ્રેસના બાબુભાઈ વરઠા વચ્ચે ખરાખરીનો જંગ છે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.