Gujarat Bypolls Results 2025 Live Updates: આજે સવારથી ગુજરાતમાં બે બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે, બન્ને બેઠકો પર ભાજપે શરૂઆતથી જ લીડ બનાવી છે, પરંતુ તાજા અપડેટ પ્રમાણે માહિતી છે કે, આઠ રાઉન્ડના અંતે વિસાવદરમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. આપના ગોપાલે ભાજપના કિરીટ પટેલ ઉપર 700 મતથી વધુની લીડ મેળવી લીધી છે. હાલમાં વિસાવદર બેઠક પર ભેંસાણ તાલુકાના ગામડાઓનું મતગતરી શરૂ થઇ છે, જ્યાંથી મોટા ઉલટફેરની શક્યતાઓ પણ દેખાઇ રહી છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને 56.89 ટકા જેટલું મતદાન થયું હતું. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી ચાલી રહી છે.
સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ગુજરાતમાં બન્ને બેઠકે કડી અને વિસાવદરમાં ભાજપે લીડ બનાવી હતી, પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઇ તેમ તેમ ઉલટફેરની સ્થિતિ સામે આવી છે. હવે તાજા અપડેટ પ્રમાણે, વિસાવદરમાં ભાજપ માટે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ પેદા થઇ છે. મળતી માહિતી પ્રમાણે વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર 700થી વધુ મતથી લીડ બનાવી છે.
માહિતી પ્રમાણે, હાલમાં ચાલી રહેલી મતગણતરી પ્રમાણે, વિસાવદરમાં આઠ રાઉન્ડની મતગણતી શરૂ થઇ છે અને આઠમા રાઉન્ડના અંતે મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે, આઠ રાઉન્ડના અંતે વિસાવદરમાં AAP 702 મતથી આગળ છે, હાલમાં બેઠક પર ભેંસાણ તાલુકાના ગામડાની મતપેટીઓ ખુલતા ચિત્ર બદલાયુ છે. ભેંસાણની મતગણતરી શરૂ થતાં જ આપના ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને માત આપીને લીડ બનાવી છે. વિસાવદરમાં જૂનાગઢ તાલુકાના ગામડાની મતગણતરી પૂર્ણ થઇ ચૂકી છે. મહત્વનું છે કે, ભેંસાણ તાલુકાના ગામડાઓના EVM ખૂલતા જ ગોપાલ ઈટાલિયા આગળ ચાલવા લાગ્યા છે. હાલમાં વિસાવદરમાં આઠ રાઉન્ડના અંતે AAPને 26 હજાર 548 મત મળ્યા છે, જ્યારે ભાજપને 25 હજાર 846 મત મળી રહ્યાં છે, અને કોંગ્રેસને 2 હજાર 367 મત મળી રહ્યાં છે.
વિસાવદર અને કડી બેઠકો પર પેટાચૂંટણીના આજે સાંજ સુધીમાં પરિણામો આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને 56.89 ટકા જેટલું મતદાન થયું હતું. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી ચાલી રહી છે.