Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં યોજાવાની છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીના બીજા તબક્કા માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.


શશિ થરૂરને સ્થાન મળ્યું નથી


કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા સાંસદ શશિ થરૂરને ફરી એકવાર સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું નથી. જેના કારણે થરૂર પર ફરી એકવાર અવગણનાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પાર્ટીએ આ પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી દીધી છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે 15 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાર્ટીના મોટા નેતાઓના નામ સામેલ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધીથી લઈને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 40 નેતાઓના નામ પણ પાર્ટીના પ્રથમ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.


કોંગ્રેસની પ્રથમ યાદીમાં આ નેતાઓનો સમાવેશ થાય છે


આ સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, વરિષ્ઠ નેતા કમલનાથ, રઘુ શર્મા, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સહિત ઘણા નેતાઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ આમાં સ્ટાર પ્રચારક હશે.  પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણી બાદ 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો પણ એ જ દિવસે જાહેર થવાના છે.


આ સાથે જ ભાજપે ગુજરાત વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ બહાર પાડી હતી. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, શિવરાજ સિંહ, નિરહુઆ, રવિ કિશન, મનોજ તિવારી, હેમા માલિની, પરેશ રાવલ, વિજય રૂપાણી, નીતિન પટેલના નામ સામેલ છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બંનેએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો.   


PM મોદીનો 19થી  24 નવેમ્બર સુધીનો કાર્યક્રમ


19 નવેમ્બર




 



વાપીમાં રોડ શો, બાદ વલસાડમાં  સાંજે 7:30 વાગ્યે  જનસભાને સંબોધશે. તેઓ રાત્રી રોકાણ વલસાડમાં કરશે.


20 નવેમ્બર, 2022
20 નવેમ્બરે  સોમનાથ જવાન રવાના થશે 
રવિવારે સવારે 11 વાગ્યે વેરાવળમાં જનસભાને સંબોધિક કરશે તો બપોરે  12:45 વાગ્યે ધોરાજીમાં જનસભા સંબોધિત કરશે. , બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને સાંજે  6:15 વાગ્યે બોટાદમાં સભાને સંબોધન કરશે. તેઓ રાત્રે  ગાંધીનગર પરત ફરશે  અને ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે


21 નવેમ્બર, 2022
21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે


23 નવેમ્બર, 2022
23 નવેમ્બરે મહેસાણા અને દાહોદમાં જનસભા, વડોદરા અને ભાવનગરમાં જનસભાને સંબોધિત કરશે.


24 નવેમ્બર, 2022
24 નવેમ્બરે પાલનપુરમાં જનસભા કરશે ઉપરાંત,  દહેગામ,માતરમાં જનસભા અને અમદાવાદમાં જનસભાને સંબોધિત કરશે.