ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. તેમણે પક્ષને જીતાડવા માટે મહેનત કરવાન પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણી બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.



ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર નવા ચહેરાની પસંદગી થશે તે નક્કી છે.


નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી હતી. મહેસાણા બેઠકથી ચૂંટણી નહી લડવાની નીતિન પટેલે વાત કરી હતી.


Gujarat Election 2022:  ગુજરાતમાં ચૂંટણી તારીખો જાહેર થવાની સાથે જ નેતાઓ ટિકિટ માંગવા પક્ષ પર દબાણ કરી રહ્યા છે. આ દરમિયાન આજે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે હુંકાર કર્યો કે, તેઓ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ તેમણે પક્ષપલટો કર્યો છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડશે.


સોમા પટેલની ખાસ વાતો


કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે સોમાભાઈ પટેલ




 



1985માં સૌ પ્રથમ ભાજપમાંથી વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા સોમાભાઈ પટેલ



4 વખત સાંસદ અને 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે સોમાં પટેલ

4 પૈકી 3 વખત ભાજપમાંથી અને એક વખત કોંગ્રેસમાંથી સાંસદ રહ્યા છે સોમાભાઈ પટેલ

3 પૈકી 2 વખત કોંગ્રેસ અને 1 વખત ભાજપમાંથી ધારાસભ્ય ચૂંટાયા છે સોમાભાઈ પટેલ


ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કરી શકે છે પક્ષ પલટો


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના સીનિયર નેતા મોહન રાઠવાએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી લીધો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસને હડુ એક ઝટકો લાગી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે.  બાગી સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસ વાપસીથી કિશન પટેલ નારાજ છે અને તેઓ કોંગ્રેસથી છેડો ફાડવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કલ્પેશ પટેલે બગાવત કરી હતી. કલ્પેશ પટેલ અપક્ષ તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. તેમની કોંગ્રેસમાં વાપસીથી ધરમપુરથી ટિકિટ મેળવે તેવી શક્યતા છે. કલ્પેશ પટેલને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા હોવાના કારણે કિશન પટેલ નારાજ છે.