સુરેન્દ્રનગર: ચોટીલા - આણંદપુર ચોકડી પાસે કારમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.  હાઈવે પર ઉભેલી કારમાં યુવકની લાશ હોવાની જાણ થતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. કારની તપાસ કરતા લાશ દુર્ગંધ મારતી હોવાનું અને મૃતક યુવકની ઉમર અંદાજે ૨૫ વર્ષની હોવાનું જણાઈ આવ્યું છે. યુવાનની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કારનો કબજો લઈ મૃતક યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં આ યુવકના મોતને મુદ્દો આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


વડોદરાના ભાયલીમાં નવી બનેલી 5 માળની બિલ્ડિંગ અચાનક નમી પડી


વડોદરાના ભાયલી રોડ પર નવી બનેલી 5 માળની બિલ્ડિંગ અચાનક અચાનક નમી પડતાં. નાસભાગ મચી ગઇ હતી. ભાયલી રોડ પર બની રહેલી ઇડન ગાર્ડન સાઇટ પર ઇમારત નમી પડી હતી. આ બિલ્ડિગનું 80 ટકા બાંધકામ પૂર્ણ થઇ ચૂકયું હતું. સદભાગ્યે આ બિલ્ડિગમાં હજુ કોઇ રહેવાસી ન હતા આવ્યાં જેથી મોટી જાનહાનિ ટળી છે. જો નિર્માણાઘિન આ ઇમારત અચાનક નમી પડતા પાલિક અને બિલ્ડિરની કામગીર પર સવાલ ઉઠી રહ્યા છે. પાલિકા અને બિલ્ડરની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહયો છે. 


ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કરી શકે છે પક્ષ પલટો


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના સીનિયર નેતા મોહન રાઠવાએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી લીધો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસને હડુ એક ઝટકો લાગી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે.  બાગી સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસ વાપસીથી કિશન પટેલ નારાજ છે અને તેઓ કોંગ્રેસથી છેડો ફાડવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કલ્પેશ પટેલે બગાવત કરી હતી. કલ્પેશ પટેલ અપક્ષ તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. તેમની કોંગ્રેસમાં વાપસીથી ધરમપુરથી ટિકિટ મેળવે તેવી શક્યતા છે. કલ્પેશ પટેલને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા હોવાના કારણે કિશન પટેલ નારાજ છે.