Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન આજે અરવલ્લીના માલપુરના અણિયોર ચોકડી નજીકથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ છે. દારૂ ભરેલી સ્કોર્પિયો અણિયોર નજીકથી પસાર થવાની હોવાની સ્થાનિકોને બાતમી મળી હતી. જે બાદ યુવાનોએ ભેગા મળી દારૂ ભરેલી સ્કોર્પિયોને અટકાવી હતી. કાર અટકતાં જ તેમાં સવાર કેટલાક નામી વ્યકતિઓ નાસી છૂટ્યા હતા. સ્કોર્પિયોમાં તપાસ કરતાં તેમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી. સૂત્રના જણાવ્યા મુજબ, દેશી દારૂ આવતીકાલે યોજાનાર મતદાન માટે અગ્રણી પક્ષ દ્વારા વિતરણ કરવા લઈ જવાતો હતો. હાલ માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં પણ મતદાન પહેલા લક્ઝુરિયર્સ કારમાં પકડાયો દારૂ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદારોને લલચાવવા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પડઘમ શાંત થયા બાદ અનેક પ્રકારની લાલચ અપાતી હોય છે. આ દરમિયાન વડોદરામાં મતદાન અગાઉ દારૂનો જથ્થો ઝડપાયો છે. રણોલી મિલન પેટ્રોલ પંપ પાસેથી ગ્રામ્ય પોલીસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર સહિત બે કાર ઝડપી પાડી હતી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો જાણીતા રાજકીય નેતાનો હોવાનો પોલીસને શંકા છે. દારૂનો જથ્થો ઝડપાતા રાજકીય મોરચે ફફડાટ ફેલાઇ ગયો છે. ફોર્ચ્યુનર કારનો નંબર જીજે-06-એલઈ-455 છે અને તેની નંબર પ્લેટ પર જય માતાજી લખેલું છે.
5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)