મિશન 2022ને લઈ કૉંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતે ગુજરાત કોગ્રેસના નેતાઓને ચીમકી આપી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે બેઠકમાં ગેહલોતે લાલઆંખ કરી હતી. અશોક ગેહલોતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓને ઠપકો આપ્યો હતો. ઉમેદવાર માટે મારા - તારાની વૃત્તિમાંથી બહાર આવવાની ચીમકી આપી હતી.






સાથે જ ઉમેદવારો માટે ખેંચતાણની પ્રવૃતિ બંધ કરવા પણ ટકોર કરી હતી અને પરિવર્તન સંકલ્પ યાત્રા સફળ કરવા ગેહલોતે મોટા નેતાઓને સૂચના આપી હતી. શનિવારે વિરોધ પક્ષના નેતાના નિવાસ્થાને ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. જ્યાં રાત્રે 12 વાગ્યા સુધી અશોક ગેહલોતે નેતાઓની ક્લાસ લીધી હતી. અશોક ગેહલોતની સાથે પ્રભારી રઘુ શર્મા પણ હાજર રહ્યા હતા. સાથે જ પૂર્વ પ્રભારી બી કે હરીપ્રસાદ અને પ્રમુખ જગદીશ ઠાકોર પણ બેઠકમાં હાજર હતા. અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ પણ હાજર હતા.


Gujarat Election 2022: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે


ભાવનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિનો વધુ એક મોટો ચહેરો આજે રાજકારણમાં પ્રવેશ કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથીદાર મનાતા અલ્પેશ કથીરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ભાવનગરના ગારિયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાશે.


સૌથી મહત્વની વાત તો એ છે કે અલ્પેશ કથીરિયા એવા સમયે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો કોને બનાવવો તેને લઈને લોકોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું છે. અલ્પેશ અને હાર્દિકના સાથીદાર અને PAASના નેતા ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે.